પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી ૨૧મી જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાય રહ્યાં છે અવા ભાજપના ઉમેદવારોને સર્મન જાહેર કરી રહ્યાં છે. આ ઘટનાી કળ વડે તે પૂર્વે જ કોંગ્રેસને એક મોટો ફટકો પડયો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ અમીપરાએ આજે પંજાનો સા છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. સવારે ૧૧ કલાકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અમીપરાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
તાજેતરમાં વિનુભાઈ અમીપરાએ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું. મહાપાલિકાની ચૂંટણી વેળાએ જ લેઉવા પટેલ સમાજના કદાવર નેતા અને યુવા બિલ્ડરના રાજીનામાી કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો હતો. તેઓને રાજીનામુ પાછુ ખેંચી લેવા માટે મનામણા કરવામાં આવ્યા હતા છતાં તેઓ એકના બે થયા ન હતા. તેઓ છેલ્લા ઘણા સમયી કોંગ્રેસી ભારોભાર નારાજ હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે ૧૧ કલાકે તેઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ઈન્દ્રલોક હોટલ ખાતે કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. બાદમાં તેઓએ એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. વિનુભાઈ અમીપરા પોતાના સર્મકો સો ભાજપમાં જોડાઈ જતાં જૂનાગઢ મહાપાલિકાના ચૂંટણીના ચાર દિવસ અગાઉ જ કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે.
બીજી તરફ કોંગ્રેસના ત્રણ સત્તાવાર ઉમેદવારે પણ ભાજપના ઉમેદવારોને સર્મન જાહેર કરી દેતા જૂનાગઢના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.