સરકારી મંત્રીઓ, રાજદ્વારી તા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ  પર દોડી ગયો હતો

દેશના ર્આકિ પાટનગર મુંબઈમાં ખડકાયેલી ઈમારતો હવે જર્જરીત બનીને મોતના માચડાઓમાં પરીવર્તીત થઈ ચુકી હોય તેમ વારંવાર બહુમાળી ભવનો ધરાશાયી થતા રહે છે અને કિંમતી માનવ જીંદગીઓ ભરખાઈ રહી છે.

મંગળવારે વધુ એક ચારમાળની ઈમારત ધરાશાયી થવાના બનાવમાં ઓછામાં ઓછા ૧૦ મોત અને અસંખ્ય લોકો દબાયા હોવાની આશંકા પ્રવર્તી રહી છે.  મંગળવારે રાત્રે ડોંગરી ખાતે કેસરબાઈ મેન્શનનું ચાર માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં ૧૦ના મૃત્યુ અને અસંખ્ય દબાયા હોવાની દહેશત પ્રવર્તી રહી છે. આ દુર્ઘટના સ્થળે  સરકારના મંત્રીઓ, રાજદ્વારી આગેવાનો અને અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મહારાષ્ટ્ર હાઉસીંગ અને મહાડા બીએમસી વચ્ચેઆક્ષેપો પ્રતિ આક્ષેપોનો જંગ શરૂ થઈ ગયો છે.

મહાડા મહારાષ્ટ્ર હાઉસીંગ એન્ડ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટીના સીઈઓ મિલિન્દ મહિષ્કરે  જણાવ્યું હતું કે, આ ઈમારત સંપૂર્ણપણે ગેરકાનૂની હતી તેની કોઈ નોંધ ન હતી તેની સામે બીએમસીએ જણાવ્યું હતું કે, આ ઈમારત કાયદેસર હતી કારણ કે મહાડા જ આ બિલ્ડીંગ પાસેી ટેક્ષ ઉઘરાવે છે. પરંતુ રાજ્ય મકાનમંત્રી રાધેકૃષ્ણ પાટીલે આ બિલ્ડીંગને ગેરકાનૂની ગણીને આ ઘટનામાં બીએમસી અને મહાડા બન્નેને જવાબદાર ગણીને કાયદેસરની કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. ૧૧:૪૦ કલાકે ફાયર બ્રિગેડ કેસરબાઈ મેન્શન તૂટી પડવાનો પ્રથમ ફોન મળ્યો હતો. ૮ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનો કાફલો બચાવ રાહતે કામગીરીમાં લાગી ગયો હતો. ચીફ ફાયર ઓફિસર પી.એસ. રાંગલેએ જણાવ્યું હતું કે, ઈમારતમાં કેટલા લોકો વસે છે તેનો નિશ્ચિત આંકડો મળી શકયો નથી. ઘટના સ્થળ  આસપાસ સાંકડી ગલીઓ હોવાથી બચાવ રાહત કામગીરીમાં મુશ્કેલી આવે છે. આ દુર્ઘટનામાં ઘવાયેલા બીજા માળે રહેતા ફિરદોશ સલમાનીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ તુટવા લાગતા કંઈક અજુગતુ થતું હોવાની આશંકાના પગલે અમે બહાર નિકળવાનું શરૂ કર્યું પરંતુ ત્યા સુધીમાં બિલ્ડીંગ ધરાશાય થઈ ગઈ હતી. ઘણા લોકો હૈયાફાટ રૂદન વચ્ચે કાટમાળમાંથી પોતાના સ્વજનોને શોધતા નજરે પડે છે. મજગાંવી આવેલા મસર્રત મેમણ પોતાની બેન અને ભાણેજોને શોધે તેમણે કહ્યું હતું કે, મારી બહેન એક વર્ષ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. તેના પતિને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ તેની બહેન અને ભાણેજ હજુ સુધી મળ્યા નથી. મુસ્તુફા પટેલ અને તેના ભાઈઓ તાત્કાલીક બચાવ રાહત કામગીરીમાં લાગી ગયા હતા. મ્યુનિ. કમિશનર પ્રવિણ પરદેશીએ કાટમાળમાં ફસાયેલા લોકોને જલ્દીથી બહાર કાઢવા તાકિદ કરી હતી. આ બિલ્ડીંગની માલિકી ધરાવતા ધર્માશય ખાડુ ચેરિટેબલ ટ્રસ્ટ અને ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટી સફદર કરીમ અલીએ જણાવ્યું હતું કે, હું ૨૦૦૨ી ટ્રસ્ટી છું. આ બિલ્ડીંગનું બાંધકામ નિયમ મુજબ કર્યું હતું પરંતુ અહીં રહેનારા લોકોએ કોઈપણ જાતની મંજૂરી વગર તેમાં સુધારા વધારા અને ફેરફાર કર્યા છે. આ દુર્ઘટના અંગે હું અને ટ્રસ્ટ જવાબદાર ન ગણી શકાય.

ડોંગરીમાં ધરાશાયી થયેલી કેસરબાઈ મેન્શનની ઈમારતમાં અસંખ્ય લોકો કાટમાળમાં દબાઈ ગયા છે. સત્તાવાર રીતે આ દુર્ઘટનાનું મૃત્યુઆંક ૧૦ બતાવાઈ રહ્યું છે પરંતુ ઘટનામાં મૃત્યાંક અવશ્ય પણ વધે તેવી દહેશત બર્તાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.