બિહારના ભાગલપુરનાં બાળકના ચોંકાવનારા પત્રથી જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થયું
હાલના ઝડપી અને મોંઘવારીના યુગમાં અલગ અલગ સ્થાનોએ નોકરીકરતા પતિ પત્નિ વચ્ચે અણબનાવ વધે તેવી સંભાવના વધી જાય છે. પરંતુ, પતિ પત્નિ વચ્ચે સતત થતા અણ બનાવથી ત્રાસીને તેમનો સગીર સંતાન ઈચ્છા મૃત્યુની માંગ કર તેને કળીયુગની બલિહારી જ ગણી શકાય છે. આવો જ એક બનાવ બિહારના ભાગલપુરમાં સામે આવ્યો છે. જેમાં અલગ અલગ સ્થાનો પર નોકરી કરતા માતા પિતા વચ્ચેના અણબનાવથી ત્રાસેલા ૧૫ વર્ષિય બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ‘ઈચ્છા મૃત્યુ’ની પરવાનગી આપવા માંગ કરી છે. આ પત્રથી ચોંકી ઉઠેલા તંત્રએ આ અંગે તપાસના આદેશો આપ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાગલપુર જિલ્લા વહીવટી તંત્ર પાસે તાજેતરમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એક પત્ર આવ્યો હતો. જેમાં ભાગલપુરના ૧૫ વર્ષનાં બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ‘ઈચ્છા મૃત્યુ’ની પરવાનગી આપવા માંગ કરી હોવાનું જણાવીને આ અંગેની તપાસ કરીને તુરંત અહેવાલ મોકલવા તાકીદ કરાય હતી જેથી ચોંકી ઉઠેલા જિલ્લા વહીવટી તંત્રએ આ પત્ર લખનાર આવક અંગેની તપાસ હાથ ધરીને આવુ આકરૂ પગલા ભરવા સુધીનો પત્ર લખવા અંગેના કારણોની તપાસ હાથ ધરી હતી.
જિલ્લા તંત્રની તપાસમાં બહાર આવ્યું હતુ કે આ બાળક હાલમાં ઝારખંડના દેવધરમાં તેના પિતા સરકારી નોકરી કરે છે ત્યા રહે છે. તેના પિતા ગ્રામ્ય વિકાસ વિભાગમાં નોકરી કરે છે. જયારે તેની માતા પટનાની બેંકમાં આસી. મેનેજર તરીકે નોકરી કરે છે. તેના દાદા ભાગલપુરનાં કહાલગાર્ંંવમા એનટીપીસીમાં નોકરી કરતા હતા જેથી આબાળકનું બાળપણ ત્યા વિત્યું હતુ જે બાદ તેના પિતાને ઝારખંડના દેવધરમાં સરકારી નોકરી મળતા તે હાલ દેવધરમાં પિતા સાથે રહીને અભ્યાસ કરે છે. આ બાળકના પિતા અને પાલક કાકા આક્ષેપો કરતા રહે છે કે તેની માતાને પટનામાં બીજા પૂરૂષ સાથે લફરૂ છે. ત્યારે તેની માતા પણ તેના પિતાને બીજી સ્ત્રક્ષ સાથે લગ્નેતર સંબંધો છે.
માતા પિતાના એકબીજા પરના આક્ષેપો પ્રતિઆક્ષેપોથી આ બાળકના અભ્યાસ પર પ્રતિકુલ અસરો પડવાની સાથે તેના કુમળી માનસીક સ્થિતિ પર પણ આ આક્ષેપોની અવળી અસર પડી રહી છે. જેથી ત્રાસેલા આ બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છા મૃત્યુ માટે પરવાનગી આપવા માંગ કરી હતી. આ બાળકે તેના પત્રમાં એવી પણ રજૂઆત કરી છે કે કેન્સરથી પીડાતા તેના પિતાને માતા દ્વારા મોકલાયેલા અસામાજીક તત્વો હેરાન પરેશાન કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ કાર્યાલયને આ પત્ર મળતા ત્યાંથી આ અંગે તુરંત કાર્યવાહી કરવા માટે આ પત્રને વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો હતો. વડાપ્રધાન કાર્યાલયે આ પત્ર અંગે તપાસ કરીને તુરંત કાર્યવાહી કરવા ભાગલપુર જિલ્લા વહીવટીતંત્રને તાકીદ કરી હતી. જે બાદ, દોડતા થયેલા તંત્રની તપાસમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી હતી આ અંગે ભાગલપુર જિલ્લા તંત્રએ તપાસ કર્યા બાદ કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય કયો છે.