ખરાબ હવામાનના કારણે ફલાઇટ ઉત્તરાણ ન કરી શકતા સાડા ત્રણ કલાક ઉડતી રહી: માત્ર પાંચ મિનિટનું ઇંધણ બાકી હતું ત્યારે લખનૌના એર ટ્રાફિક ક્ધટ્રોલરની સમય સુચકતાથી ફલાઇટ લેન્ડ થઇ શકી

ભારત જ નહિ સમગ્ર વિશ્વના નાગરીક ઉડ્ડય ઇતિહાસમાં સોમવારે એક ઘટનામાં ૧૫૩ યાત્રાળુઓના જીંદગી એને મૃત્યુ વચ્ચે માત્ર પાંચમીનીટનું અંતર રહી ગયું હતું. મુંબઇથી દિલ્હીની ૧૫૩ મુસાફરો સાથેની વિસ્તારા ફલાઇટ ૩.૫ કલાક સુધી હવામાં ચકકર લગાવતી રહી હતી. છેલ્લે ટાંકીમાં માત્ર પ મીનીટ ચાલે તેટલું ઇંધણ બચ્યું ત્યારે ફલાઇટ લેન્ડ થઇ શકી હતી.

સોમવારે મુંબઇથી દિલ્હી માટે ૧૫૩ મુસાફરોને લઇને ઉડાન ભરનારી વિસ્તારો ફલાઇટને ઘુમ્મસ અને રનવે ન દેખાય તેવા વાતાવરણને કારણે દિલ્હીના બદલે લખનૌ તરફ લઇ જવાની ફરજ હતી. લખનૌથી અલ્હાબાદ અને ત્યાંથી ફરી લખનૌ સુધીના ચકકર કાપવા પડયા હતા. વિમાનના પાયલોટોને ઘુમ્મસના કારણે કંઇ દેખાતું ન હોવાથી આ જોખમી પરિસ્થિતિમાં મુકાવવું પડયું હતું. કુદરત અને લખનૈ એર ટ્રાફીક કંન્ટ્રોલરની સમય સુચકતા થી ૧૫૩ મુસાફરોની જીંદગી બચાવી શકાય હતી. ત્યારે વિમાનમાં માત્ર પાંચ મીનીટ ચાલે તેટલું જ ઇંધણ બચ્યું હતું. આ કપરી પરિસ્થિતિ અંગે મળેલી વિગતો મુજબ સોમવારે મુંબઇથી દિલ્હી જવા માટે ૧૫૩ મુસાફરોને લઇને ઉડેલા વિમાનને વાતાવરણમાં ઘુમ્મસને કારણે લખનૌ અને ત્યાંથી અલ્હાબાદ અને ત્યાંથી લખનૌના ચકકર કાપવા પડયા હતા.

સામાન્ય રીતે મુંબઇથી દિલ્હી જવા માટે બે કલાકથી પણ ઓછો સમય લાગે છે આ સમટને ઘ્યાને લઇને વિમાનમાં ઇંધણનો પુરવઠો હોય છે ત્યારે સોમવારે આ વિમાનને સાડાત્રણ કલાક સુધી હવામાં ચકકર કાપવા પડયા હતા. આ વિમાનને સમયસર ઉતરાણ કરવાની તક મળી ન હતી. વિસ્તારો એરલાઇનમાં સૂત્રો એ આ અંગે માહીતી આપી હતી કે મુંબઇથી દિલ્હી માટે ઉડતા વિમાનમાં માત્ર પ મીનીટ ચાલે તેટલું જ બળતણ વઘ્યું હતું  જયારે વીમાનને લખનૌ લેન્ડ થયું ત્યારે તેની ટાંકામાં માત્ર ૩૦૦ કી.ગ્રા. ઇંધણ વઘ્યું હતું. આ સ્થીતીમાં પાયલોટ ફયુબ ની જાહેરાતનો નિર્ણય લીધો હતો. અને ટ્રાફીક કંન્ટ્રોલને વાકેફ કર્યા હતા.

સામાન્ય રીતે મુંબઇ-દિલ્હી વચ્ચે સફર કરતા વીમાનોમાં ;૦ મીનીટનું ધવારાનૂં બળતણ હોય છે આ વધારાનું ઇંધણ આપાતકાલીન સ્થિતિ માટે અનામત રાખવામાં આવે છે. સોમવારે વિસ્તારા એરલાઇનનું વિમાન એ-૩૨૦ નીયો ખરાબ હવામાન ના કારણે ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ઉતરી શકયું ન હતું. અને તેને લખનૈ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ખરાબ હવામાનને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લખનૈમાં પણ રનવે ન દેખાય તેવી સ્થિતિ ઉભી થતા પાયલોટો એ વિમાનને કાનપુર કે અલ્હાબાદ જેવા વૈકલ્૫ીક સ્થળોની પસંદગીનો નિર્ણય લીધો. જયારે આ વિમાન પ્રયાગરાજના રસ્તામાં હતું ત્યારે વાતાવરણ ચોખ્ખું બની જતાં પાયલોટોએ વિમાનને લખનૌ તરફ વાળ્યું લખનૈમાં વિમાન ઉતર્યુ ત્યારે વિમાનમાં માત્ર પાંચ મીનીટ ચાલે તેટલું જ ઇંધણ હતું આ મામલે એક પાયલોટને જવાબદાર ઠેરવીને તેને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો છે. સોમવારે દેશ પરથી મોટી વિમાન દુર્ધટનાની ઘાત ટળી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.