મોરબીના મચ્છુ ડેમ 2 પરના પુલની ખરાબ દુર્દશા થઈ ગઈ છે.બે વર્ષના ટૂંકા ગાળામાં જ પુલ પરનો રોડ ધૂળધાણી થઈ જતા આ કામગીરીમાં ગેરરીતિ થયાની શંકા ઉદભવી છે.પુલ પરના રોડ પર ઠેરઠેર ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.
મોરબીના મચ્છુ ડેમ-2 પાસે આવેલ પુલની હાલમાં ખૂબ ખરાબ દશા જોવા મળી રહી છે જોકે મચ્છુ ડેમ પાસેનો આ પુલ આશરે બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો.પણ આ કામગીરીમાં જાણે હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ થયો હોય તેમ બે વર્ષના ટૂંકા ગાળામાં જ આ પુલની ખૂબ જ ખરાબ અવદશા થઈ ગઈ છે.પુલ પરના રોડ પર ઠેરઠેર મસમોટા ગાબડા પડ્યા છે અને આ ખાડા ખબડામાં સળિયા દેખાવા લાગ્યા છે.તેથી પુલનું કામ કરનાર જવાબદારોની પોલ છતી થઈ છે.
પુલની એક સાઈડમાં રોડ પણ બનાવવામાં આવ્યો નથી. આથી આ જગ્યામાં ભારે ખાડા ખબડા જોવા મળી રહ્યા છે.અને ગાડા માર્ગ જેવો થઈ જવાથી વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.જવાબદર માર્ગ અને મકાન વિભાગે બેદરકારી દાખવતા પુલ ખરાબ થઈ જવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.આથી જવાબદાર તંત્ર વહેલી તકે આ બાબતને ગંભીરતાથી લઈને પુલનું યોગ્ય સ્મારકામ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.