કચ્છ, વડોદરા, થાન ઉપરાંત મધ્યપ્રદેશ, જબલપુરી પણ આર્ટીસ્ટોના પેઈન્ટીંગ પ્રદર્શીત થશે: આગામી ૨૫ થી ૨૭ જુલાઈ દરમિયાન એક્ઝિબીશન અને ૨૮મીએ એવોર્ડ સેરેમની
ધી મહી ઈન્ટીરીયર ગ્રુપ દ્વારા શહેરમાં આગામી તા.૨૫ થી ૨૭ દરમિયાન અદ્ભુત પેઈન્ટીંગ એક્ઝિબીશન યોજાનાર છે. ત્રિદિવસીય એક્ઝિબીશન બાદ ચોથા દિવસે એવોર્ડ સેરેમની પણ યોજાશે. ગ્રુપ આયોજીત આ એક્ઝિબીશન શહેરના નિરાલી રીસોર્ટમાં યોજાશે. જેમાં ૩૫ થી ૪૦ આર્ટીસ્ટોના પેઈન્ટીંગ મુકવામાં આવશે.
મુખ્ય આયોજક નીલ વિસપરા દ્વારા ‘આવકાર-૨૦૧૯’ પેઈન્ટીંગ એક્ઝિબીશનમાં ભગવાન બુદ્ધના ચિત્રોનું પ્રદર્શન ગોઠવાશે. આ એક્ઝિબીશનની વિશેષતા એ રહેશે કે, જ્યારે વિઝીટર હોલમાં આવશે ત્યારે લાઈટ ઓફ શે અને સુંદર પેઈન્ટીંગ દેખાશે. આ પ્રકારના પેઈન્ટીંગ માટે સોલ્વન્ટ સોલ્યુબર સાન્ટીફીક કેમીકલનો ઉપયોગ કરાયો છે. ગ્રુપે ટીમ બનાવી આશરે ૩૫૦માંી ૩૫ થી ૪૦ આર્ટીસ્ટોની પસંદગી કરી એક્ઝિબીશનનું આયોજન કર્યું છે. આ એક્ઝિબીશનના શુભારંભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, બિલ્ડર્સ, નામાંકીત આર્ટીસ્ટ, સમાજ શ્રેષ્ઠીઓ સહિતના ઉપસ્તિ રહેશે. જાહેર જનતા માટે ફ્રી ઓફ એન્ટ્રી રાખવામાં આવી છે. એક્ઝિબીશન માટે ધી મહી ઈન્ટીરીયલ ગ્રુપે ૬ થી ૭ મહિના જેટલો સમય જહેમત ઉઠાવી છે. એક્ઝિબીશન તા.૨૫ થી ૨૭ દરમિયાન સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી નિરાલી રીસોર્ટ ખાતે માણી શકાશે.
આ એક્ઝિબીશનમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, જબલપુર, કચ્છ, વડોદરા, થાની પણ આર્ટીસ્ટો ભાગ લઈ રહ્યાં છે. એક્ઝિબીશનને સફળ બનાવવા ઓર્ગેનાઈઝેશન નીલ વિષપરા, કમીટી મેમ્બર દ્રુમીશા, દર્શન સોલંકી, સીમી મહેતા, બિંદીયા મોરીધરા, ક્રિમાલી મીઠાણી, નિકીતા કાચા, રીયા કોટડીયા, ચાર્મી રાચ્છ અને જયોત મેંદપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. સર્વે શહેરીજનોન એક્ઝિબીશન નિહાળવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન અનુરોધ કર્યો છે.