ગોંડલ રોડ પરથી ૧૫ બોર્ડ બેનર જપ્ત: અલગ-અલગ હોકર્સ ઝોન બહારથી ૪૮ રેકડી-કેબિન જપ્ત કરાઈ
કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લાં એક સપ્તાહમાં શહેરનાં અલગ-અલગ રોડ પર નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરનાર લોકો પાસેથી રૂા.૧.૧૧ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે ગોંડલ રોડ પરથી ૧૫ બોર્ડ અને બેનરો જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
શહેરનાં સંતકબીર રોડ, કુવાડવા રોડ, જામનગર રોડ, કોઠારીયા રોડ, રેસકોર્સ રીંગ રોડ, નંદ વાટીકા, લક્ષ્મીનગર, આઝાદ ચોક, દેવપરા, ચોક, પેલેસ રોડ, કેનાલ રોડ, રેસકોર્સ ગ્રાઉન્ડ, જંકશન પ્લોટ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર નો પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરનાર લોકો પાસેથી રૂા.૧.૧૧ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જયારે અલગ-અલગ રાજમાર્ગો પર દબાણ ખડકવા સબબ આસામીઓ પાસેથી રૂા.૨.૬૧ લાખનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. મોટી ટાંકી ચોક, હવેલી ચોક, હેમુગઢવી હોલ, સાધુ વાસવાણી હોકર્સ જોન, મોરબી રોડ જકાતનાકા અને પેડક રોડ પર દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમીન માર્ગ, નુતનગર રોડ, યુનિવર્સિટી રોડ પર મંજુરી વિના મંડપ નાખી દેનાર આસામીઓ પાસેથી રૂા.૮,૭૫૦નો દંડ વસુલાયો હતો. હોકર્સ ઝોનની બહાર ઉભેલા ફેરીયાઓનો શાકભાજી અને ફળનો ૪૫૯ કિલો જથ્થો જપ્ત કરી લેવાયો છે. આ ઉપરાંત જયુબેલી માર્કેટ, નંદઘર અટીકા, સાધુ વાસવાણી હોકર્સ ઝોન, ભકિતનગર હોકર્સ ઝોન, જયુબેલી વન-વે, ખીજડાવાળો રોડ અને ચંદ્રેશનગર વિસ્તારમાં ૪૮ રેકડી અને કેબિન જપ્ત કરવામાં આવ્યા છે.