કાલાવાડ રોડ પર ચેકિંગ રૂા.૯૭૦૦નો દંડ વસુલાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી જાહેરમાં કોઇ૫ણ સ્થળે કચરો ફેકવા ૫ર પ્રતિબંઘ કરેલ હોવા છતા અમુક આસામી/દુકાનદારો દ્વારા જાહેર રસ્તામાં, મુખ્ય માર્ગોમાં કચરો, એંઠવાડ, ફેકવામાં આવતા અને સીંગલ યુજ પ્લાસ્ટીક બાબતે નિચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ સીંગલ યુઝ પ્રતિબંઘીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યો છે.
વન વીક વન રોડ સફાઇ ઝુંબેશના ભાગરૂપે કમિશ્નરના આદેશ અન્વયે વેસ્ટ ઝોન ખાતે આવેલ કાલાવડ રોડ ૫ર આજરોજ વન-ડે- વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાલાવડ રોડ વિસ્તારની સફાઇ કુલ ૧૮ સફાઇ કામદારો તેમજ ૧ ટ્રેકટર સાથે રાખીને ઝુંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલ છે.
કાલાવડર રોડ વિસ્તાર સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ અને સીંગલ યુજ પ્લાસ્ટીક અને પ્રતિબંઘીત પ્લાસ્ટીકનો વ૫રાશ કરવા સબબ કુલ ૩૮ આસામીઓ પાસેથી કુલ રૂપીયા ૯,૭૦૦/- વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ ૫.૫ કીલો પ્રતિબંઘીત પ્લાસ્ટીક તેમજ ૧૨૦ નંગ પ્લાાસ્ટીક ગ્લાસ, ક૫ અને ચમચી જપ્ત કરી સીંગલ યુઝ પ્લાસ્ટીક રાખવા સબબ વહિવટી ચાર્જ વસુલ કર્યા હતા.
ઉ૫રોકત કામગીરી કમિશ્નર તેમજ નાયબ કમિશ્નર જાડેજાના આદેશ અન્વયે નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખ મદદનીશ ૫ર્યાવરણ ઇજનેર રાકેશ શાહ, ભાવેશ ખાંભલાની હાજરીમાં સેનેટરી ઇન્પેકટર કેતન અને સેનેટરી ઈન્સ. નિલેષભાઇ, નિતીનભાઇ, ભાવેશભાઇ, બાલાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.