ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો દર વર્ષે નવીનતમ અને સમાજ ઉપયોગી સંશોધન કરતા રહે છે અને તેમના આ નવીનતમ વિચારો દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો દ્વારા સ્વિકારવામાં આવે છે તેમજ તેને વિવિધ એવોર્ડથી પણ નવાજીત કરવામાં આવે છે. શાળા સ્થાનથી આ સુધી દર વર્ષે શાળાના બાળવૈજ્ઞાનિકો અનેક રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં પોતાના પ્રોજેકટ રજુ કરી ચુકયા છે. તેમજ અત્યાર સુધીમાં ૭૫ જેટલા પ્રોજેકટ સાથે આશરે ૧૬૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો વિવિધ રાષ્ટ્રીય મેળામાં ગુજરાતનું ગૌરવ વધારી ચુકયા છે. આ બાળવૈજ્ઞાનિકોને કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા હરહંમેશ બાળકોને પ્રોત્સાહિત કરતા રહે છે.
આ ઉપરાંત દિલ્લી, મુંબઈ, સાલેમ, બેંગલોર તથા ચેન્નઈ મુકામે યોજાયેલા વિવિધ આઈ.એન.એસ.ઈ.એફ. રીઝયોનલ ફેરમાંથી પસંદગી પામેલ સર્વશ્રેષ્ઠ પ્રોજેકટ આઈ.એન.એસ.ઈ.એફ નેશનલ ફેર-૨૦૧૭માં પસંદગી પામ્યા છે. આ વિજ્ઞાન મેળો ધોળકિયા સ્કૂલ અને સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા કે.જી.ધોળકિયા સ્કૂલ ખાતે યોજાઈ ગયો. જેમાં ટાટા ઈન્સ્ટીટયુટ ફોર ફન્ડામેન્ટલ રિસર્ચ-મુંબઈ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્ટીફીક રિસર્ચ-બેંગ્લોર, સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા ચેન્નઈ, હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એજયુકેશન-મુંબઈ જેવી રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો ડો.અર્નબ ભટ્ટાચાર્ય, ડો.હરીશ ભાટ, નારાયણ ઐયર તથા ડો.પરેશ જોષી તથા રાજકોટની વિવિધ એન્જિનિયરીંગ કોલેજ અને યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા આ વિજ્ઞાન મેળાના પ્રોજેકટને ચકાસવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠતમ પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ધો.૧૦માં અભ્યાસ કરતા પીપળીયા વિનોદભાઈના પુત્ર જનક અને છત્રાળા હરેશભાઈના પુત્ર જેનિલે મલ્ટિપર્પઝ વ્રાઈટીંગ બોર્ડ તૈયાર કર્યું હતું જે પારંપરિક બ્લેક બોર્ડ કરતા વધુ ઉપયોગી અને પ્રમાણમાં સ્માર્ટ બોર્ડ કરતા સસ્તુ તથા શિક્ષકોને ઉપયોગી એવા આ યુઝર ફેન્ડલી બોર્ડમાં વધુ માહિતી પ્રદર્શિત કરી શકાય છે. તેમજ ઓછી જગ્યામાં વધુ લખાણ લખી શકાય છે. સાથે ફલેકસીબલ હોવાથી સરળતાથી હેરફેર કરી શકાય છે.