આજે ગુરૂપૂર્ણિમાનો તહેવાર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે. વહેલી સવારથી જ ભાવિકો પોતાના ગુરૂના દર્શન કરવા પહોંચી ગયા છે.
વહેલી સવારથી જ ગોંડલ રામજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશ-વિદેશથી આવેલા ભક્તોએ ગુરુદેવના પૂજા અર્ચન, ફુલહાર કરીને ગુરુદેવની આરતી ઉતારી હતી.
સૌરાષ્ટ્રની શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ગુરૂની પૂજા કરી આશિર્વાદ લીધા હતા. તો કોઇએ પોતાના માતા-પિતાને જ ગુરૂ ગણી આશિર્વાદ લઇ દિવસની શરૂઆત કરી હતી.