એનસીસી અને નોન એનસીસી કેડેટના વિદ્યાર્થીઓ ૧૭મી એ રાજકોટથી રવાના થશે: પ્રવાસ દરમિયાન અબતક ચેનલ સતત તેમની સાથે જોડાયેલી રહેશે
કારગીલના યુઘ્ધને ર૦ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે આ વિજય દિવસની ઉજવણી કરવા શ્યોર શોર્ટ વોરીયર્સનું ગ્રુપ કારગીલ જઇ શહીર વીરોને શ્રઘ્ધાંજલી આપશે અને સાથે સાથે વીરબંધુઓના પરિવારને પણ મળશે.
એનસીસી અને નોન એનસીસી કેડેટના કુલ મળીને ૩૦ વિઘાર્થીઓ ૧૭ જુલાઇના રોજ રાજકોટથી કારગીલ જવા રવાનાથશે. તેમની સાથે બ્રિગેડીયર અજીતસિંહ શેખાવત, કર્નકલ પી.પી.વ્યાસ અને સુબેદાર અનિલ વણપરીયા જોડાશે.
૨૭ જુલાઇએ કારગીલ પહોંચી કારગીલ વિજય દિવસની ઉજવણી કરશે અને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધારશે આ સાથે આ ૩૦ વિઘાર્થીઓ તેમની સાથે બ્રિગેડીયર પણ સૈનિકોને મળશે અને તેમની સાથે ચર્ચા કરશે ત્યારબાદ શહિદોના પરિવારને મળશે વીરબંધુ, વીરમાતાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવશે અને તેમની વીરબંધુઓની શહીદોને બિરદાવશે.
ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ બ્રિગેડીયર અજીતસિંહ ના માર્ગદર્શન નીચે ટ્રેનીંગ લેતુ હતું તે જે ૩૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ એનસીસી ગ્રુપ કમાન્ડર સૌરાષ્ટ્ર તરીકે રીટાયર્ડ થયેલ છે. જેઓનો નિશ્ચય હતો કે ર૦ વર્ષે ફરી એકવાર કારગીલ જશે જયાં પોતે યુઘ્ધ લડી બટાલીક વિસ્તારના સૌથી ઉંચા શિખર પર વિજય મેળવ્યો હતો.
આ તકે તેમની ૩૦ યુવાનો સૈનિકોને કહેવા માગે છે કે તેઓ સૈન્યની સાથે છે.
મહત્વનું છે કે શહીદો અને સૈનિકો ને બિરદાવવા ખોડલધામ તરફથી ગુ્રપને ત્યાનાં શહીદ પરિવારને આપવા માટે ટ્રોફી, શાલ, મોમેન્ટો, સહીતની તમામ મદદ મળેલી છે. શહીદોના પરિવારની મદદ માટે ઘણા લોકો આગળ આવ્યા છે. આ સાથે જ પાછા ફરતી વખતે આ ગ્રુપ અમરનાથ યાત્રા પણ કરશે એન દેશની રક્ષા માટે પ્રાર્થના કરશે.
ઉલ્લેખનીય છે કે કારગીલ પ્રવાસ દરમિયાન અબતક ચેનલ સતત તેમની સાથે જોડાયેલી રહેશે.