કલરાજ મિશ્રા બન્યા હિમાચલના રાજ્યપાલ
ગુજરાતના રાજયપાલ પદનો કાર્યકાળ પૂરો થતા રાજયપાલ ઓ.પી. કોહલીને સ્થાને દેવવ્રત આચાર્યની નિમણૂંક ગુજરાતના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. દેવવ્રત આચાર્ય અત્યાર અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હવે તેમના સ્થાને કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા છે.
૨૦૧૫થી તેઓ હિમાચલ પ્રદેશના ગવર્નર હતા અને તે પહેલાં હરિયાણા ગુરૂકૂળના પ્રિન્સિપલ પદે રહીં ચૂક્યાં હતા. શિષ્ત અને પ્રમાણિકતા માટે જાણિતા છે. દેશમાં બેટી બચાવો અને બેટી ભણાવો આંદોલન તેમનાથી શરૂ થયું હતું. ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને હિન્દી વિષ્યમાં એમએ થયા હતા.
દેવવ્રત આચાર્ય વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. દેવવ્રત આચાર્ય તાજેતરમાં કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.