ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને તે મહત્વનું: દેશના વિકાસ કરતા સૌપ્રથમ યુવાનોનો વિકાસ અનિવાર્ય
સરકારની વિશેષ જાહેરાત: ૮૦૦૦ રૂપિયાનું ટેબલેટ વિદ્યાર્થીઓને૧૦૦૦ રૂપિયામાં આપવામાં આવશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
આ પ્રકારના જોબ ફેર અનિવાર્ય: પ્રોફેસર એમ.એન. પરમાર
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર એમ.એન. પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે જે જોબફેરનું આયોજન થયું છે તે ખુબ જ સારી વાત છે. જેના પગલે યુવકોને પોતાના આગામી ભવિષ્યમાં શું નિર્ણય લેવો? તેની ‚પરેખા તથા તેનો પ્રકાશ આ પ્રકારના જોબફેરથી પાડવામાં આવે છે. ખાસ કરીને એમ.એસ. યુનિવર્સિટી વિશે વિશેષ વાત કરતા તેઓએ કહ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટી હરહંમેશ રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં માને છે જેથી અનેકવિધ રિસર્ચ પ્રોગ્રામ એમ.એસ. યુનિવર્સિટી ખાતે ચલાવવામાં આવે છે. વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ કોઈપણ યુનિવર્સિટી અથવા કોઈપણ કોલેજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સ્ટુડન્ટ એકક્ષચેન્જ પ્રોગ્રામ ભારત માટે આશીર્વાદ સ્વરૂપ: ડો. આર.કે. પટેલ
ગણપત યુનિવર્સિટીના ડો.આર.કે.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશ માટે શિક્ષણ ક્ષેત્રે સ્ટુડન્ટ એકક્ષચેન્જ પ્રોગ્રામ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી ગણપત યુનિવર્સિટીનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે બંને તેટલા સ્ટુડન્ટ એકક્ષચેન્જ પ્રોગ્રામ થાય સાથોસાથ વિદ્યાર્થીઓને પણ પોતાની કારકિર્દી બનાવવાની ભુખ જાગૃત થાય છે. તે જોતા ગુજરાત રાજય દ્વારા જે ગ્રાન્ડ એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે તે નિશબ્દ છે. કારણકે ગુજરાત સરકારનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે આજનો નવયુવાન પોતાના પગ ઉપર ઉભો રહી અને દેશના વિકાસમાં સિંહ ફાળો આપે.
વિદ્યાર્થીઓ પેટ્રોલિયમ ક્ષેત્રે કારકિર્દી બનાવે: ટી. કિશનકુમાર રેડ્ડી
પંડીત દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટીના ડીન ટી. કિશનકુમાર રેડ્ડીએ જણાવતા કહ્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાયેલા જોબફેરથી આજના નવયુવકોને તથા આજના છાત્રોને કારકિર્દી માટેની ઉતમ તક રહેલી છે. જેથી તમામ છાત્રોએ આ પ્રકારના તમામ એજયુકેશન ફેરમાં ભાગ લેવો જોઈએ. પીડીયુ યુનિવર્સિટી વિશે વિશેષ માહિતી આપતા ટી.કિશનકુમારે જણાવ્યું હતું કે, હાલ વિદ્યાર્થીઓ માટે પેટ્રોલિયમ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી રહેલી છે. જેનું ભાન અત્યારના નવયુવકોને નથી. પીડીયુ વિશે વધુ માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે, રિલાયન્સ કંપનીએ ખુબ જ મોટી રકમ પીડીયુને ફાળવી છે. કારણકે હાલ પેટ્રોલિયમનું ઉત્પાદન તથા પેટ્રોલિયમના લગતા તમામ ક્ષેત્રોને મહત્વપૂર્ણ બની રહ્યા છે. જેથી આજના નવયુવકોએ પોતાની કારકિર્દી માટે પેટ્રોલીયમ ક્ષેત્રને પ્રધાનતા આપવી જોઈએ.
કૃષિ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે રહેલી છે ઉજ્જવળ તકો: ડો.નિતીન હિરાણી
આણંદ કૃષિ વિશ્ર્વ વિદ્યાલયના ડો.નિતીન હિરાણીએ ગુજરાત સરકારના વખાણ કરતા જણાવ્યું હતું કે, એજયુકેશન ફેર વિદ્યાર્થીઓની કારકિર્દીમાં એક સિંહ ફાળો ભજવશે. કારણકે પ્રથમ દિવસે જે રીતે વિદ્યાર્થીઓની સંખ્યા જોવામાં આવે છે તે જોતા એક વાત સ્પષ્ટ એ થાય છે કે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવવામાં ખુબ જ રસ છે. વધુમાં ડો.નિતીન હિરાણીએ આણંદ કૃષિ યુનિવર્સિટી વિશે માહિતી આપતા કહ્યું હતું કે, કુલ ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાંથી આણંદ યુનિવર્સિટી ચોથા ક્રમે આવે છે અને યુનિવિર્સટીમાં અભ્યાસ કરતા તમામ છાત્રોને એક ઉજ્જવળ તક મળે છે. જેનો તેવો ઉપયોગ કરી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણકે ભારત ખેતીપ્રધાન દેશ તરીકે માનવામાં આવે છે અને ખેતી ક્ષેત્રે અવનવા સંશોધન થવાથી વિદ્યાર્થીઓમાં એક હકારાત્મક રુચિ ઉદભવીત થઈ તેઓ પોતાની કારકિર્દીને આગળ વધારે છે.
આર્કિટેકચર અને ટાઉન પ્લાનીંગ વિદ્યાર્થીઓ માટે નવો વિકલ્પ: કોમલ પટેલ
અમદાવાદ ખાતે આવેલી સેપ્ટ યુનિવર્સિટીના કોમલ પટેલે એજયુકેશન ફેરના વખાણ કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની સાથોસાથ સંસ્થાનો પણ વિકાસ થતો હોય છે આ પ્રકારના ફેરના કારણે. વધુમાં જણાવતા કોમલ પટેલે કહ્યું હતું કે, હાલ સરકાર સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત આગળ વધી રહી છે તે જોતા સેપ્ટ યુનિવર્સિટી ખાતે સીટી બ્યુટીફીકેશન સહિત આર્કીટેકચર અને ટાઉન પ્લાનીંગ, મેનેજમેન્ટ સહિત અનેક કોર્સીસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનો આંતરીક વિકાસ થાય અને તેઓ પોતાનો તથા પોતાનો સમાજ તથા પોતાના દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.
ગ્રાન્ડ એજયુકેશન ફેર વિદ્યાર્થીના વિકાસ માટેનો પ્રતિબિંબ: તુષાર રાણપરીયા
આર.કે. યુનિવર્સિટીના તુષાર રાણપરીયાએ જણાવ્યું હતું કે, એજયુકેશન ફેર દરેક છાત્રો માટે એક પ્રતિબિંબ સમાન હોય છે. કારણકે આ પ્રકારના એજયુકેશન ફેરથી તેમને પોતાના વિકાસ માટેની ઉજ્જવળ તકો મળતી હોય છે તથા તેઓએ કયાં ક્ષેત્રે આગળ વધવું તેના માટે પણ તેમને એક ઉજ્જવળ તક મળતી હોય છે. ખરાઅર્થમાં ગુજરાત રાજયએ જે પ્રકારે આ પ્રકારના જોબફેર તથા એજયુકેશન ફેરનું આયોજન કર્યું છે. તેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો છે. આર.કે.યુનિવર્સિટી વિશે માહિતી આપતા તુષાર રાણપરીયાએ જણાવ્યું હતું કે, આર.કે.યુનિવર્સિટી સ્ટુડન્ટ એકક્ષચેન્જ પ્રોગ્રામને મહત્વ આપે છે. કારણકે બહારના વિદ્યાર્થીઓ તથા આપણા સ્થાનિકો વિદ્યાર્થીઓ એકબીજાનો પુરક શૈક્ષણિક પઘ્ધતિ વિશે માહિતગાર થતા હોય અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે.
વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ ભજવે છે મહત્વપૂર્ણ ભૂમિકા: પ્રોફેસર મનિષ
પારૂલ યુનિવર્સિટીમાં પોતાની સેવા આપતા પ્રોફેસર મનિષે જણાવ્યું હતું કે, શિક્ષણ વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, ગ્રાન્ડ એજયુકેશન ફેરમાં પા‚લ યુનિવર્સિટીને ઘણી ખરી ઈન્કવાયરી મળેલી છે. કારણકે પા‚લ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે જેમાં અનેકવિધ કોર્સીસ એક જ છત નીચે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. પ્રોફેસર મનિષે અંતમાં કહ્યું હતું કે, પા‚લ યુનિવર્સિટી સ્ટુડન્ટ એકક્ષચેન્જ પ્રોગ્રામને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. કારણ માત્ર એટલું જ છે કે દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ પા‚લ યુનિવર્સિટીમાં ભણી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે. જયારે પા‚લ યુનિવર્સિટીના અધ્યાપકો પણ બીજા દેશની યુનિવર્સિટીઓમાં જઈ ત્યાંની શિક્ષણ પઘ્ધતિને સમજી વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
એજયુકેશન ફેરથી વિદ્યાર્થીઓને મળશે એક જ સ્થળેથી અનેક પ્રશ્ર્નોનુંનિરાકરણ: ડો. એમ.એચ. અંસાર
ગુજરાત યુનિવર્સિટીના ડો.એમ.એચ.અંસારીએ જણાવ્યું હતું કે, એજયુકેશન એકસ્પો એ ગુજરાત સરકારની એક ખુબ જ સારી પહેલ છે. દરેક ગુજરાતની યુનિવર્સિટી તથા અનેક ઈન્સ્ટીટયુટો કે જેઓએ આ ફેરમાં ભાગ લીધો તે એક સારી બાબત છે. ધો.૧૨ પછી વિદ્યાર્થીઓએ કયાં કોર્સમાં જવું એના માટે એક જ સ્થળે બધી જ માહિતી મળી રહે છે તે સરકારની સારી વાત કહેવાય. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક મુંઝવતા પ્રશ્ર્નો હોતા હોય છે. જેનું નિરાકરણ એક જ જગ્યાએથી મળતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી અનુભવી હતી.
ગુજરાતના ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ લેશે ફેરની મુલાકાત: પ્રતાપસિંહ ચૌહાણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર ગ્રાન્ડ એજયુકેશન ફેરનું આયોજન થયું છે. જેનો ચારેય તરફ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સ્ટોલોની મુલાકાત લેવાના છે. જેમાંથી ૧ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફેરમાં આવ્યા છે. ગુજરાતની અંદર શિક્ષણ અને શિક્ષણની સાથે સ્કીલ એ બંનેનો સમન્વય કેવી રીતે કરવો તે હેતુથી રાજય સરકાર દ્વારા આ પ્રકારના એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, જયારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટોલ ઉપર આવ્યા ત્યારે કહ્યું હતું કે, હું આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. જે સાંભળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગૌરવવાંતીત લાગણી મહેસુસ કરી રહી છે.
એજયુકેશનની સાથે સ્કીલ ડેવલોપમેન્ટ અનિવાર્ય: ભાર્ગવ મકોડીયા
સ્વર્ણિમ સ્ટાટઅપ ઈનોવેશન યુનિવર્સિટીના ભાર્ગવ મકોડીયાએ જણાવ્યું હતું કે, સાલ ૨૦૦૫થી સ્વર્ણીમ સ્ટાટઅપ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે ત્યારબાદ ૨૦૧૭માં યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત થયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. કોર્સીસ વિશે વધુ માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પાંચ અલગ-અલગ પ્રકારના કોર્સીસ ચલાવવામાં આવે છે. જેથી તેઓ માર્કેટમાં ખુબ સક્ષમ રીતે પોતાની જાતને પુરવાર કરી શકે. મહત્વપૂર્ણ વાત જણાવતા ભાર્ગવ મકોડીયાએ જણાવ્યું હતું કે, જોબ તો અવેલેબલ છે પરંતુ સ્કીલ અવેલેબલ નથી. તેથી સ્વર્ણીમ સ્ટાર્ટઅપ ઈનોવેશન યુનિવર્સિટી સ્કીલ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે..
એજયુકેશન ફેર ગુજરાત સરકારનો ખુબ જ સારો પ્રયાસ: હેરીત ત્રિવેદી
અપોલો યુનિવર્સિટી ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના હેરીત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એન્જીનીયરીંગ ક્ષેત્રની ઘણી બધી બ્રાંચ યુનિવર્સિટી ચલાવી રહી છે. એન્જીનીયરીંગથી ફાર્મસી સુધીના તમામ પ્રકારના કોર્સ એક જ છત નીચે કરાવવામાં આવે છે તથા જુનિયર્સ માટે પણ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. હેરીત ત્રિવેદીએ ગુજરાત સરકારના પ્રયાસને ખુબ જ સારો ગણાવ્યો હતો. કારણકે એક જ જગ્યાએ અનેક કોર્સીસ વિશેની માહિતી મળતા લોકો તથા વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે.
૨૦૧૭નો ગ્રાન્ડ એજયુકેશન ફેર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ: પ્રોફેસર અરૂણ ગોડીયાલ
મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર અરૂણ ગોડીયાલે ગ્રાન્ડ એજયુકેશન ફેરને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આવા પ્રકારના એજયુકેશન ફેર અનેકવાર થવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી વિશે માહિતી મળે અને તેઓ કોઈપણ નવી ફેકલ્ટી આવી હોય તો તે વિશે તેઓ માહિતગાર રહે. મારવાડી કોલેજ વિશે માહિતી આપતા પ્રોફેસર અરૂણે જણાવ્યું હતું કે, મારવાડી કોલેજમાં અનેકવિધ કોર્સીસ થતા હોય છે અને દેશ-વિદેશથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. એજ કારણ છે કે મારવાડી નામાંકિત યુનિવર્સિટીઓમાંની એક છે. ૨૦૧૭ના પ્લેસમેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતનું હાયેસ્ટ પેકેજ પણ મારવાડી યુનિવર્સિટીને મળેલું છે જે ગૌરવની વાત છે.