આવતીકાલે ગુરૂપૂર્ણિમાં… અહંમનો નાશ થાય તો ગુરૂ મળે…!: ગુરૂવંદનાનું શ્રેષ્ઠ પર્વ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા નિમિતે વિવિધ કાર્યક્રમો, ગુરૂવંદના ગુરુપુજન સહીત બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ જેવી સમાજલક્ષી પ્રવૃતિ
ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂની વંદનાનું પાવન પર્વ ગુરૂ વિના જ્ઞાન પણ મળતું નથી. અને ગુરૂ વિના ઉઘ્ધાર પણ થતો નથી. અષાઢ પૂર્ણિમા પણ કહેવાય છે. કહેવાય છે કે આ પુનમે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. એ જ કારણે તેમની જયંતિના દિવસે ગુરૂપૂર્ણિમાં ઉજવાય છે.. વેદવ્યાસજીને વેદોનું જ્ઞાન હતું. માટે જ તેમનું નામ વેદવ્યાસ પડયું.
અષાઢી પુનમે જ ગુરૂપુર્ણિમાં શા માટે તો ગુરૂ તો પુનમના ચંદ્ર જેવા હોય છે. જે પ્રકાશમાન હોય છે અને શિષ્ય અષાઢના વાદળો જેવા હોય છે. અષાઢનો ચંદ્રમાં વાદળોથી ધેરાયેલો હોય છે. જેમ વાદળ રૂપી શિષ્યોથી ગુરુ ધેરાયેલા હોય શિષ્ય દરેક પ્રકારના હોય છે. કેટલાક કાળા વાદળો જેવા હોય છે. તે કેટલાક માત્ર ધેરાવો જ કરે છે. આવા શિષ્યોને યોગ્ય જ્ઞાન આપી સંસાર સાગરને તરી જાય તે માટે ગુરૂ ની આવશ્યકતા હોય છે.
જીવનમાં ગુરુ અને શિક્ષકનું મહત્વને દર્શાવવા આ પર્વ ઉત્તમ છે. નાનપણથી જ સ્કુલમાં ગુરુવંદનાના શ્ર્લોક ગવરાવવામાં આવે છે અને માટે જ પશ્ર્ચિમના દેશોની સરખામણીમાં ભારતીય બાળકોમાં આદર્શ આદર ભાવના અને સંયમનો સંચાર થયેલો હોય છે. ગુરુના આશિર્વાદ દરેક માટે કલ્યાણકારી તેમજ જ્ઞાનવર્ધક હોય છે. શિખ ધર્મમમાં અ પર્વનું મહત્વ વધારે છે એટલે કે શિખ ઇતિહાસમાં તેમના દસ ગુરુઓનું ખુબ જ મહત્વ છે.
આપણા હિન્દુગ્રંથોમાં પણ ગુરુને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ નો અર્થ છે દૂર કરવો. જે પોતાના સદઉપદેશોના માઘ્યમથી શિષ્યના અજ્ઞાનરુપી અંધકારને દુર કરે તો ગુરૂ ગુરૂ સર્વેશ્ર્વણનો સાક્ષાત્કાર કરાવી શિષ્ય ને જન્મ મરણના બન્ધન માંથી મુકત કરી દે છે. મહર્ષિ વેદવ્યાસ ભારતીય લોક માનસમાં જે અજર અમર સાત વ્યકિતત્વ ગણાવ્યા છે વ્યાસ તેમાના એક છે કહેવાય છે કે ભારતીય કાળ ગણના ક્રમમાં પ્રત્યેક કલ્પમાં પ્રત્યેક મન્વંતર ના પ્રત્યેક દ્વાપર યુગમાં એક વ્યાસ હોય છે.
આમ ઇશ્ર્વર તુલ્ય ગુરૂની વંદના આ પાવન પર્વની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં પણ વિવિધ જગ્યાઓએ ગુરૂપુજનના ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાય છે. ગુરૂપૂર્ણિમાના પાવન અવસર પર સામાજીક પ્રવૃતિઓ પણ કરાય છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરો