જૂનાગઢ મનપાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તે રીતે એક અજીબો ગરીબ રાજકીય દાવપેચ જોવા મળી રહ્યાં છે: ભાજપ દિવસે ને દિવસે કોંગ્રેસના ઉમેદવારોને તોડી રહી છે: વોર્ડ નં.૯ બિનહરીફ
જૂનાગઢમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભાજપ શાષીત મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયી કુતુહલનું વાતાવરણ ઉમેદવારોને લઈને ચાલી રહ્યું હતું. વાતો તો એવી પણ થતી હતી કે આ વખત કોર્પોરેશનમાં ભાજપનું શાસન ફરી વખત નહીં આવે. પરંતુ ઉમેદવારોની જાહેરાતી લઈ ચૂંટણી પ્રચાર અને શરણાગતિ સુધીની રાજકીય અસમંજસ વચ્ચે કંઈક અલગ જ પરિસ્થિતિ ઉભી થઈ છે.
છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની હતી એ દરમિયાન ભાજપના જ અમુક નેતાઓ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ તે ખુલ્લો પાડવામાં આવેલો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક રાષ્ટ્રીય સંગઠન અને પ્રાદેશીક સંગઠન દ્વારા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા પર પદાધિકારીઓને મનાઈ કરવામાં આવી હતી. આ અરસામાં કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી અને ક્યાંકને ક્યાંક કોર્પોરેશનને જીતવાની એક ખોટી હૈયાધારણા મનમાં ધરી લીધી હતી.
ઉમેદવારી પત્રો ભરાતાની સાથે જ ભાજપનું કોર કમીટી સંગઠન એક્ટિવ ઈ ગયેલ હતું. આ કમીટી દ્વારા હરીફ ઉમેદવારોના ફોર્મને કંઈ રીતે પરત ખેંચી શકાય અથવા આ ઉમેદવારો ભાજપમાં કંઈ રીતે સામેલ થઈ શકે તે તરફ પોતાનો ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને આ મહેનત ક્યાંકને ક્યાંક રંગ લાવી હતી. ફોર્મ ચકાસણી બાદ વોર્ડ નં.૩ના ઉમેદવારનું ફોર્મ રીજેકટ તાં વોર્ડ નં.૩ની ભાજપની પેનલ બિનહરીફ થઈ હતી.
કોંગ્રેસ પક્ષમાં આંતરીક દખલગીરી-ખેંચતાણ અને એકબીજા પર અવિશ્વાસને લઈ કોંગ્રેસ પક્ષ જૂનાગઢ નગરપાલિકામાંથી ક્યાંકને ક્યાંક નબળો પડતો જોવા મળી રહ્યો છે. સાથે જ કોર્પોરેશનની ચૂંટણી માટે મેયર પદના દાવેદાર એવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ જ્યારે પોતે દાવેદારી નહીં કરે એ વાત કરતા કોંગ્રેસ પક્ષ નબળો પડયો હતો. બીજી વાત કરીએ તો ચૂંટણી નજીક આવે તે પહેલા જૂનાગઢ કોંગ્રેસના પ્રમુખ વિનુભાઈ અમીપરાએ રાજીનામુ ધરી દીધુ હતું. પરંતુ કોંગ્રેસના પ્રાદેશીક નેતૃત્વ દ્વારા સમજાવી આ રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા જીતવી સહેલી બની ગઈ છે. જ્યારે કોંગ્રેસ વેરવિખેર થતી નજરે ચડે છે.
ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી રાષ્ટ્રીય પાર્ટી છે. ત્યારે ભાજપ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમના દમ પર અને કાર્યકર્તાઓની શક્તિના ભરોસે જુનાગઢનો જંગ જીતવા માટે આગળ આવશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ભાજપને તેમના કાર્યકર્તાઓ અને ઉમેદવારો કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર વધુ ભરોસો હોય તેવું જણાઈ આવે છે. ફોર્મ પરત લેવાના અંતિમ દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર ૧૨ અને ૯ના એક ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રક પરત લઇ લીધું હતું. જેને કારણે કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થયો હતો. પરંતુ ભાજપને તેના સનિક કાર્યકરો અને નેતાઓ પર જાણે કે ભરોસો બીલકુલ ન હોય તેમ એક ડઝન કરતા પણ વધુ રાજ્ય સરકારના પ્રધાનો, સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો, પ્રદેશ કક્ષાના નેતાઓ, કેન્દ્ર સરકારના પ્રધાનો સહિત મોટો કાફલો ઉતારીને નબળી કહી શકાય તેવી કોંગ્રેસ સામે ચૂંટણી જીતવા મેદાને ઉતાર્યા છે.