ભારતના સૌથી મોટા બેન્ક ડીફોલ્ટર નિરવ મોદીને આર્થિક ભાગેડુ જાહેર કરવાનો મુંબઈની કોર્ટે ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે આ કોર્ટને તે માટે પુરતી સતા નથી.
મુંબઈની સ્પેશ્યલ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ યુ.એન.મધોલકરે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ તેમની અદાલતને આ પ્રકારની સતા અપાઈ નથી અને તેથી હું નિરવ મોદીને આર્થિક ભાગેડુ જાહેર કરી શકુ નહી.
સેશન્સ કોર્ટના આ નિર્ણયથી હાલ બ્રિટનમાં ભારતીય એન્ફોર્સમેન્ટ વિભાગ જે પ્રત્યાર્પણની કામગીરી શરુ કરનાર છે તેને આંચકો લાગે તેવી શકયતા છે. કારણ કે ભારતીય અદાલત નિરવ મોદીને આર્થિક ભાગેડુ જાહેર કરે પછી તેની સામે કાનુની કાર્યવાહી થઈ શકે છે.