મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય: ૮ ગામોની ૨ હજાર એકર જમીનને થશે લાભ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આજી-૨ ડેમ માંથી ૭૦ એમસીએફટી પાણી રાજકોટ જિલ્લાના ૮ ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ ઘાસચારા અને પશુધન નિભાવ તેમજ પશુ પક્ષી ના પીવાના ઉપયોગ માટે નદીમાં છોડવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.
વિજય ભાઈ રૂપાણીના આ સંવેદનશીલ અભિગમને પરિણામે આજી-૨ ડેમ ના નીચાણ વાસ માં આવેલા ૮ ગામો અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારીયા ના અંદાજે ૨૦૦૦ એકર વિસ્તારને લાભ થવાનો છે. હાલ વરસાદ ખેંચાતા જળસંકટના અણસાર જોવા મળી રહ્યાં છે. ખેડૂતોને વાવણી કરી દીધી છે. બાદમાં હવે જો ખેડૂતોને પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તેવામાં મુખ્યમંત્રી દ્વારા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો છે તે ખેડૂતો તેમજ ગ્રામજનો માટે આશિર્વાદરૂપ સમાન છે.