તંત્ર સુરત જેવી ધટનાની રાહ જોઇ રહ્યું છે? વારંવાર રજુઆતનું પરિણામ શુન્ય
અત્યારે સરકાર પ્રવેશોત્સવ , ગુણોત્સવ જેવાં ઉત્સવો મા વ્યસ્ત છે ત્યારે ધોરાજી નાં કુંભારવાડા પાસે આવેલ સ્વામી નારાયણ મંદિર ની માલિકીની જગ્યા અને આમ આમાં આઠ થી દસ દુકાનો શટર વાળી દુકાનો લાગે એવામાં આવેલ પ્રાથમિક શાળા નંબર ૧૪ મા અંદાજે ૧૭૫ થી પણ વધારે અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓ તથા શિક્ષકો જીવના જોખમે અભ્યાસ કરી રહયાં છે હજું સુરત ના તક્ષશિલા કલાસીસ અગ્નિકાંડ નો બનાવ હજું તાજો જ છે
ત્યારે તંત્ર તાબડતોબ બધાં જ નિયમો અને બધાં જ પગલાં લેવાં તત્પર થઇ રહી હોય ત્યારે આ માસુમ વિદ્યાર્થી બાળકો કહે તો પણ કોને ? આવો સમય ચાલી રહયો છે ધોરાજી સરકારી શાળા નંબર ૧૪ મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓ ને રમણીય વાતાવરણ તો નહી પરંતુ શટર વાળી દુકાનો માં ભણવું પડે છે અહીં નાં વિદ્યાર્થી ઓ ની સાથે વિદ્યાર્થી ઓ ને અભ્યાસ કરાવતાં શિક્ષકો અને ૧૭૫ થી પણ વધારે અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓ નું જીવ નું જોખમ ખેડી રહયાં છે
છેલ્લા ઘણા વર્ષો થી આ પ્રાથમિક શાળા આજ મંદિર નાં બિલ્ડીંગ મા જ કાર્યરત શાળા છે ત્યારે અનેકો વખત તંત્ર તથા ઉચ્ચ અધિકારીઓ ને લેખિત મૌખીક રજુઆત કરી પણ નક્કર પરીણામ આજસુધી આવ્યુ નથી તંત્ર શું સુરત જેવા બનાવ ની રાહ જોવે છે કે શું ? શાળા માં નથી કોઈ ફાયર સેફ્ટી નાં સાધનો નથીં એક પણ બારી દરવાજા વગર નાં બધાં જ રૂમો છે એ પણ નાનાં હવા ઉજાસ વગર નાં બધાં જ રૂમો છે
વિદ્યાર્થી ઓ ના આરોગ્ય નો પણ ખતરો નથીં કોઈ સંડાસ બાથરૂમ વિદ્યાર્થી ઓ માટે આ નિર્દોષ ભૂલકાં ઓ કોનાં વાંકે આ યાતનાઓ વેઠી રહયાં છે આ બાબતે જવાબદાર તંત્ર નાં અધિકાર ઓને સંપર્ક સાંધતા ગોળ ગોળ જવાબો આપતાં રહયાં અને પોતાનો લૂલો બચવા કરતાં રહયાં હતાં અને એક બીજાને ખો દેતાં રહયાં હતાં તો આ પ્રાથમિક શાળા નંબર ૧૪ માટે નવું બિલ્ડીંગ જલદી થી કાર્યરત કરવામાં આવે તથા પૂરતી સુવિધાઓ વિદ્યાર્થી ઓને પૂરી પાડવામાં આવે સ્થાનિક લોકો અને આગેવાનો માંગ કરી રહયાં છે અને ગોડાઉન જેવી પ્રાથમિક શાળા માંથી મુક્તિ મળે તેવી રાહ વિદ્યાર્થી ઓ જોઈ રહયાં છે જોવાં નુ એ રહયું કે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ એક પ્રશ્ન છે :