આ પ્લાન્ટ માટે રાજય સરકારે ટાટા કંપનીને ૧૨૬ એકર જમીન ફાળવી: ટોરેન્ટ પાવર સસ્તા દરે વીજળી પૂરી પાડશે
દેશમાં ઈલેકટ્રીક વાહનોના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારના આયોજનને પીઠબળ આપવા ટાટા જુથ દ્વારા ગુજરાતમાં લિથિયમ આર્યન બેટરી પ્લાન્ટ માટે ૪૦૦૦ કરોડ રૂપીયાનું રોકાણ કરવાનું નકકી કર્યું છે. ગુજરાતમાં ખાસ રોકાણ કરવાના અભિગમ સાથે ટાટા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન એટલે કે સેઝ તરીકે જાહેર કરવામાં આવેલા ધોલેરામાં આ બેટરી પ્લાન્ટ નાખવાનું આયોજન કરી રહ્યું છે. રાજય સરકારના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે કંપનીને ધોલેરામાં ઉદ્યોગ માટે જરૂરી ૧૨૬ એક્ર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે
ટાટા એ અગાઉ જ લિથિયમ આર્યન બેટરીના ઉત્પાદન માટે કારખાના નાખવાની જાહેરાત કરી હતી પ્રથમ તબકકામાં ૧૨૬ એકર જમીન માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કંપની પ્રારંભીક તબકકામાં ૧ હજાર કરોડ રૂપીયાનું રોકાર કરશે તેમ ધોલેરા ઔદ્યોગીક વસાહત વિકાસ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર જયપ્રકાશ શીવહરે એ જણાવ્યું હતુ મિડિયાને આ અંગે ભારતીય ઉદ્યોગ સેમીનારમાં અમદાવાદ ખાતે આ માહિતી આપી હતી બેટરીના આ ઉદ્યોગમાં ૧૦૮ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ભારત સરકારે ટુંક સમયમાં જ ઈલેકટ્રીક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બેટરી ઉદ્યોગ માટે ખાસ પ્રોત્સાહક યોજના લાવી રહી છે. સરકાર આ ક્ષેત્રમાં ૫૦ ગીગા વોટનું લક્ષ્ય નિધારીત કરશે.
સરકારના અધિકારીના માટે ધોલેરા બેટરી ઉત્પાદકો માટે આદર્શ સ્થળ બની રહેશે. સરકાર આ વિસ્તારમાં ઉદ્યોગો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા કટીબધ્ધ બની છે. નવા ઉદ્યોગોની સ્થાપના, આંતરમાળખાકીય સુવિધાઓ અને સસ્તા દરે વિજળી આપવા સહિતની સુવિધાઓ ધોલેરા ઔદ્યોગીક વસાહતને પુરી પાડવામાં આવશે.
ટોરેન્ટો પાવર કંપની દ્વારા રૂ .૪.૬૫ પ્રતિ યુનિટના સસ્તા દરે બેટરી ઉત્પાદકોને વિજળી પુરી પાડશે વિજળીના ભાવ જેટલા ઉંચા જાય, બેટરીની કિંમત તેટલી ઉંચી જાય ત્યારે ધોલેરા ઔદ્યોગીક વસાહતમાં બેટરી ઉત્પાદકોને સસ્તા ભાવે વિજળી મળે તે માટે સરકાર પ્રતિબધ્ધ બની છે. આ મહિનાના અંત સુધીમાં ધોલેરા જીઆઈડીસીમાં સ્પેશ્યલ ઈ મોબેલીટી કનકલેવ સ્થાપિત થઈ જશે. અને નીતિ આયોગમાં આ અંગેનું કામ શરૂ થઈ જશે તેમ નીતિ આયોગના અમિતાભ કાંતે માહિતી આપતા જણાવ્યું હતુ.