ખૂશ્બુ કાનાબાર, રવિરાજસિંહ અને વિવેક કુછડીયાના મોબાઇલ કોલ ડીટેઇલ, લોકેશન અને ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ મળે તો ઘણી વાસ્તવીકતા સામે આવે
એએસઆઇ વિવેક કુછડીયાની બનાવ સમયે હાજરી હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ
પોલીસની છુપાવવાની ભેદી નીતિથી સમગ્ર પ્રકરણ પેચીંદુ બન્યું અને પોલીસ ગોટે ચડી
શહેરના કાલાવડ રોડ પર આવેલા પંડિત દિનદયાલનગર આવાસ યોજનાના કવાર્ટરના ચોથા માળે મહિલા એએસઆઇની હત્યા અને કોન્સ્ટેબલની આત્મહત્યાકાંડમાં પોલીસ સ્ટાફ જેમ જેમ છુપાવવો પ્રયાસ કરી રહી છે તેમ તેમ ભેદ ભરમના એક પછી એક પરપોટા ઉખડી રહ્યા છે. પોલીસ માટે પેચીંદા બનેલા બનાવમાં એવું તો શું પોલીસ છુપાવવા પ્રયાસ કરી રહી છે કે જેના કારણે પોલીસ ગોટે ચડી હોય તેવી ચર્ચા સાથે ચકચાર મચી છે. ખૂશ્બુ કાનાબાર, રવિરાજસિંહ જાડેજા અને વિવેક કુછડીયાના મોબાઇલ કોલ ડીટેઇલ, લોકેશન અને ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી પોલીસના ઉંચ્ચ અધિકારીઓએ તાકીદે દુધનું દુધ અને પાણીનું પાણી કરી સમગ્ર તપાસને પારર્દશક બનાવી જરૂરી બની છે.
યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખૂશ્બુ કાનાબાર, કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ગોળી ધરબેલી હાલતમાં લાશ મળી આવ્યાના ૪૦ કલાક બાદ પણ ટેકનોલોજી અને આધૂનિક સાધન સહિતની સુવિધા સજ્જ કહેવાતી શહેર પોલીસ દ્વારા કંઇ રીતે ફાયરિંગ થયું તે જાહેર કરવામાં નિષ્ફળ રહી છે.
કંઇ રીતે ફાયરિંગ થયું તે સમગ્ર સત્ય વિગત પોલીસ દ્વારા જાણતા હોવા છતાં ન જાહેર કરવા પાછળનું કારણ શું હોય શકે તે અંગે તપાસનીસ પોલીસ અધિકારી અને તેના માર્ગ દર્શકો જ જાણે એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા સ્ટાફની વર્તુણંક શું પોલીસ મથકના ઇન્ચાર્જ અને સ્ટાફ જાણતા નહી હોય? તેવો સવાલ થઇ રહ્યો છે.
પોલીસની તપાસ દરમિયાન યુનિર્વસિટી પોલીસ મથકના એએસઆઇ વિવેક કુછડીયાની સર્વિસ રિવોલ્વર પણ પંડિત દિનદયાલનગર ખાતેથી મળી આવી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વિવેક કુછડીયા પંડિત દિનદયાલનગર ખાતે ગયો છે. એટલું જ નહી પણ બનાવ સમયે તેની હાજર હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કરી હત્યા અને આત્મહત્યાની વાત વચ્ચે અટકેલી પોલીસે દુધનું દુધ અને પાણીનું પાણી કરવું જરૂરી બન્યું છે.
વિવેક કુછડીયાની હાજરી ઘટના સ્થળે કયાં હતી તે નક્કી કરવા માટે ત્રણેયના મોબાઇલની કોલ ડીટેઇલ અને લોકેશન મેળવવામાં આવે તેમજ સીસીટીવી ફુટેજ અન્ય બનાવવામાં મેવવામાં આવે છે તેમ મેળવી તપાસ આગળ ધપાવવામાં આવે તો પણ એએસઆઇ વિવેક કુછડીયાની સમગ્ર ઘટનામાં તેની ભૂમિકા શું છે તે સ્પષ્ટ થઇ શકે તેમ હોવા છતોં પોલીસ દ્વારા કેમ છુપાવવામાં આવી રહ્યું છે. સત્ય વિગતો છુપાવવા પાછળનો પોલીસનો ઇરાદો શું અને કોને ફાયદો તે અંગે તરેહ તરેહની ચર્ચાએ ચકચાર જગાડી છે.
એએસઆઇ ખૂશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા વચ્ચે એવો તો શું બનાવ બન્યો કે જેના કારણે હત્યા કરવી પડી અને પોતે પણ આત્મહત્યા કરવી પડી તે અંગે એએસઆઇ વિવેક કુછડીયા જ પ્રકાશ પાડી શકે તેમ હોવાથી પોલીસ દ્વારા તેની સામે કાયદેસર કાર્યવાહી કરી પૂછપરછ કરવામાં આવનાર છે.