હરિદ્વાર પાસેના યાત્રાધામ ઋષિકેશમાં ગંગા નદી પર આવેલો વિખ્યાત સસ્પેન્શન બ્રિજ ‘લક્ષમણઝુલા’ શુક્રવારે યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો. આ માટે પુલની અત્યંત નબળી સ્થિતિનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે.
એડિશનલ ચીફ સેક્રેટરીએ પરિપત્ર બહાર પાડીને તાત્કાલિક અસરથી પદયાત્રીઓ અને વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પુલ હવે વધુ ભાર સહન કરી શકે તેમ નથી.
એક્સપર્ટ્સની ટીમે કરેલા અવલોકનમાં બહાર આવ્યું કે પુલના ઘણા બધા પાર્ટ્સ જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે કાંવડયાત્રા શરૂ થવાના માત્ર એક જ અઠવાડિયા પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.