જેમ્સ એન્ડ જ્વેલરી એસો. તેમજ કોઇમ્બતુર જ્વેલરી એસો. દ્વારા બિઝનેસ-ટુ-બિઝનેસ મીટ મળી: દેશી બનાવટ, હાથ કારીગરી, ડાયમંડ જ્વેલરી બની આકર્ષણનું કેન્દ્ર: કોઇમ્બતુરના વેપારીઓ રાજકોટની પેઢીઓ અને મેન્યુફેક્ચરીંગ યુનિટની વીઝિટ કરશે
જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન તેમજ કોઈમ્બતુર જવેલરી એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ફન હોટલ ખાતે ‘ક્ષીતીજ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જવેલરીના વેપારીઓ વચ્ચે બિઝનેશ ટુ બિઝનેશ મીટ યોજાઈ હતી. કાર્યક્રમમાં શુભેચ્છા પાઠવવા કલેકટર રાહુલ ગુપ્તા ખાસ ઉપસ્તિ રહ્યાં હતા.
રાજકોટની જવેલરી ડિઝાઈન વિશ્વ વિખ્યાત તો છે જ તેમ છતાં તેને વધુ ઉજાગર કરવા અને વેપારીઓનું ડાયરેકટ ડેવલોપમેન્ટ થાય તે હેતુી બિઝનેશ ટુ બિઝનેશ મીટીંગ જેમાં રાજકોટના અને કોઈમ્બતુરના વેપારીઓએ જવેલરી ડિઝાઈન, ટેકનોલોજી વિશેની માહિતી આદાન પ્રદાન કરી હતી. કાર્યક્રમના શુભારંભ બાદ એકબીજા વેપારીઓએ રૂબરૂ મળી પોત પોતાની કારીગરી પ્રદર્શીત કરી હતી. કાર્યક્રમમાં કોઈમ્બતુરી ૬૦ થી વધુ વેપારીઓ આવ્યા હતા. રાજકોટમાં આ પ્રકારનો કાર્યક્રમ સૌપ્રમ વખત યોજાયો હતો. જવેલરીમાં ખાસ કરીને દેશી બનાવટ, હાથ કારીગરી, ડાયમંડ જવેલરી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ક્ષીતીજ કાર્યક્રમ માટે જેમ્સ એન્ડ જવેલરીનું વિશેષ યોગદાન રહ્યું હતું.
આજે પણ આ કાર્યક્રમને આગળ ધપાવી કોઈમ્બતુરના વેપારી રાજકોટના વેપારીઓની પેઢીની મુલાકાત કરશે અને મેન્યુફેકચરીંગ યુનિટની વિઝીટ કરશે. જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે અને રાજકોટના વેપારીઓની કારીગરી કોઈમ્બતુરમાં ઝળકે તે હેતુી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનનો વિકાસલક્ષી અનોખો અભીગમ: દર્શન ત્રીવેદી (શ્રી હરીદર્શન જવેલર્સ)
અબતક સાથેની વાતચીતમાં દર્શન ત્રીવેદીએ જણાવ્યું કે અમારી શ્રી હરીદર્શન જવેલર્સ છે અને આખા ઈન્ડીયામાં જવેલરી સેલ કરીએ છીએ અને હોલ્સેલર તથા મેન્યુફેકચરીંગ પણ કરીએ છીએ અમારી રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનએ ખૂબજ સારૂ આયોજન કરેલ છે અને રાજકોટ અને કોઈમ્બતુર જે આપણા રાજકોટના આંગણે આવે છે તે ખૂબજ સારૂ આયોજન એસોસીએશન દ્વારા કરવામાં આવે છે અને રાજકોટ જવેલરી, બીઝનેશને ખૂબજ કામ કરવાની તક મળે અને બે વેપારી એક બીજા સાથે ડીઝાઈન અને ધંધાની વાત કરી શકે. તેવું એક સ્થળ આપેલ છે. અને આ જેમ્સ એન્ડ જવેલરી દ્વારા એક ખૂબ સારી અને પ્રથમવાર કરેલો પ્રયાસ છે. જે વેપારીને બીટુબી મળવાની જગ્યા અને ધંધાદારી વ્યકિત બધી જ વાત કરી શકે અને અમે લોકો આનાથી ખૂબજ ખુશ છીએ અને અમને ખૂબજ સારો સહયોગ મળેલો છે.
આ બિઝનેસ ડિલથી યુનીટી વધશે અને જેલવર્સો એકબીજા સાથે સંકળાયેલા રહેશે: દિવ્યેશ પાટડીયા
અબતક સાથેની વાતચીતમાં જેમ્સ એન્ડ જવેલરીના પ્રેસીડન્ટ દિવ્યેશભાઈ પાટડીયાએ જણાવ્યું કે તેઓ કોઈમ્બતુર એસોસીએશનને આવકારે છે. આ વખતની આ ઈવેન્ટને ગુજરાતમાં નહી પરંતુ જવેલરી સેકટરના ઈતિહાસમાં અલગ છે. કે જયારે બે એસોસીએશન એક સાથે સામસામે ડિલીંગ માટે મળી રહ્યા છે અને આ એક ઐતિહાસીક પળ છે. આ પ્રકારના કાર્યક્રમ આપણી જવેલરી ઈન્ડસ્ટ્રીમાં પહેલીવાર થાય છે. અને અહી તરત જ બાયર અને પ્રોપર વ્યાપાર મળે છે અને ખાસ આ કાર્યક્રમની જેમ હંમેશા આવા જ કાર્યક્રમ થતા રહેશે તો દરેક એસોસીએશનમાં એક યુનિટી વધશે અને બધા જવેલર્સો એક બીજા સાથે સંકળાયેલા રહેશે અને વધારે વધારે સંકડાયેલા રહેશે. આ કાર્યક્રમને સાકાર કરવા માટે લગભગ ૨ મહિનાથી કોઈમ્બતુર એસોસીએશન અમારી સાથે જોડાયેલું છે અને આ ઈવેન્ટની શરૂઆત જીજીઆઈપીસીદ્વારા થઈ હ તી અને આ મુલાકાત અમારી દિલ્હી મીટીંગમાં મુલાકાત થઈ હતી અને જેથી અમે આગળ વધ્યા ત્યારે અમને એ કહેવામાં આવ્યું કે એક બીઝનેસ મીટ થઈ શકે છે. ત્યારે જીજીઆઈપીસીએ અમને સહયોગ આપ્યો હતો અને આ ઈવેન્ટમાં પણ સારો સહયોગ અમને મળ્યો છે. આ ઈવેન્ટનું ભવિષ્ય એટલું ઉજળુ છે કે આ ખાલી બીઝનેસ ડીલ નથી પરંતુ ટેકનોલોજીની પણ આપલે કરવામાં મદદ કરે છે. અને સપ્ટેમ્બર મહિના પછી પણ તેઓએ અમને કહેલું કે કોઈમ્બતુર આવી બધી જ ઈન્ડસ્ટ્રીઝમાં કઈ ટેકનોલોજીથી અમે કામ કરીએ છીએ અને તમે કઈ રીતે આપલે કરો છો અને તે રીતે આપણે વધુ ડેટા આપલે કરી એ એવું તેમનું કહેવું છે લોકો માટે એક જ સંદેશ કે આપણે બધા સાથે મળીને આ કામ કરીશું તો આગળ વધીશું.
રાજકોટની જવેલરીને વિશ્વ ફલક સુધી પહોચાડવા કોઈમ્બતુર એસોસિએશનને આવકાર્યા: મયુર આડેસરા
અબતક સાથેની વાતચીતમાં મયુર આડેદરાએ જણાવ્યું કે તેઓ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના સેક્રેટરી છે અને આ કાર્યક્રમ વિશે તેઓએ જણાવ્યું કે તેઓને જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન રાજકોટ અને કોઈમ્બતુર મેન્યુફેકચરીગ એસોસીએશન દ્વારા બીટુબી ઈવેન્ટનું આયોજન કરેલ છે. આ મીટમાં અમને ખૂબ સારો સહયોગ મળેલો છે અને જેમાં રાજકોટ ખાતે માત્ર એક જ કારણ આ કાર્યક્રમનો કે રાજકોટના વેપારીઓ અને કોઈમ્બતુરના વેપારીઓ અને સભ્ય આવ્યા છે. કહી શકાય કે એક પણ એવો શોરૂમ કે જવેલરી એવી નહી હોય કે રાજકોટની જવેલરી એમાં એડ ન હોય માટે આ હબ રાજકોટ છે. એને હજી આગળ વધારવા માટે અમે કોઈમ્બતુર એસોસીએશન ને આવકાર્યા છે અને જેમાં ખૂબજ સારો સહયોગ મળ્યો છે અને અમને ૬૪ લોકોનું ડેલીગેશન પણ મળ્યું છે. કે જેમાં તેઓ સેમ્પલ લઈને આવ્યા છે જેથી કરીને અહીનો માલ ત્યાં વહેચી શકાય અને ત્યાંની પણ કાંઈ નવી વસ્તુ હોય તે ખરીદી શકાય જેથી આ બીટુબીનું આયોજન કરેલું છે અને જેમાં ખૂબજ સહયોગ મળેલો છે.
આ એક નવા અભીગમની શરૂઆત છે જે આવતા દિવસની માંગ: જગદીશ ઝીંઝુવાડીયા
અબતક સાથેની વાતચીતમાં જગદીશભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું કે જવેલરી સેકટરએ રાજકોટનું હબ કહેવાય છે. રાજકોટમાં તો તેમાં રસ જાગતા અમારી સાથે સંકડાયેલો છું અને વ્રજ ઓરનામેન્ટ મેન્યુફેકચરીંગ કંપનીનું નામ છે. આ ઈવેન્ટ મેન્યુફેકચરીંગ એસોસીએશન દ્વારા અને રાજકોટ મેન્યુ. અને હોલ્સેલ વાળા એક સાથે ભેગા થયા છે અને આ એક નવો જ અભીગમ છે અને એક ક્ષીતી જ ઉપર જવાનું એ પગથીયું એ આહોયારી છે. અને હું પૂરેપૂરો આભાવાન છું કે વેપારીને અહીયા હોય કે બહારના જે આમાં ભાગ લઈ રહ્યા છે. આવતા દિવસની લોકોની એક જ માંગ હશે જે છે. નવી આવતી ડીઝાઈન અને નવુ નવુ જેમાં લોકોને ફાયદો છે.
‘ક્ષિતીજ’ એક ઐતિહાસિક કાર્યક્રમ અને આવતા દિવસની માંગ: મુથુ વેન્કટરામ
‘ક્ષિતિજ’ કાર્યક્રમમાં અબતક સાથે વિશેષ વાતચીત કરતા કોઈમ્બતુર જવેલરી મેન્યુફેકચરીંગ એસોસીએશનના પ્રમુખ ‘મુથુ વેન્કટરામ’એ જણાવ્યું હતુ કે અમારા એસોસીએશનમાં ૪૦૦થી પણ વધુ મેમ્બરો છે. જે દરેક મેન્યુફેકચરર છે. અમે રાજકોટ આવ્યા છીએ તેનું કારણ અમારી જવેલરીના ડિઝાઈન અમારો દ્રષ્ટીકોણ, અમારી ટેકનોલોજીની આપ લે કરવા માટે તેમજ રાજકોટમાં વપરાતી ટેકનોલોજીની જાણકારી મેળવવા માટે આવ્યા છીએ તેમજ વિવિધ એસોસીએશન કે જેઓ જવેલરી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને કોઈમ્બતુર એસો. સાથે જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને તેમને કોઈમ્બતુર પધારે તેવી વિનંતી કરીએ છીએ.
બે અલગ અલગ એસો. જોડવાનો હેતુ માત્ર ને માત્ર સાથે મળી કામ કરવાનો, આવતા દિવસની માંગને પહોચી વળવાનો તેમજ સાથે મળી અને એક નવીન કાર્ય કરવાનો છે. જે એકબીજા સાથે સંકળાયા વગર એકલાથી નહિ થઈ શકે. ‘ક્ષિતીજ’ એક ઐતિહાસીક ઈવેન્ટ છે. અને અત્યાર સુધીમાં આ પ્રકારની બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગ ગોલ્ડ જવેલરી એસો. દ્વારા કયારેય પણ કરવામાં નથી આવી. આ એક મોટી સફળતા છે. અને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને રાજકોટ વાસીઓનો ખૂબ આભાર માનીએ છીએ.
રાજકોટ અને કોઈમ્બતુર વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં વેપાર વધશે: દિનેશ નાવડિયા
અબતક સાથેની વાતચીતમાં દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું કે રાજકોટની અંદર જેમ્સ એન્ડ જવેલરી એકસપર્ટ પ્રમોશન કાઉન્સીલ ગુજરાત રીઝનલ તરફથી અને રાજકોટ જવેલરી એસોસીએશન અને કોઈમ્બતુરના સહયોગ ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજકોટની અંદર ખૂબ સારી બાબત એ છે કે કોઈમ્બતુર ૬૪ બાયરો કે જે લોકો કાંઈક ખરીદવા માટે, ભણવા માટે રાજકોટની મશીનરી છે જવેલરી સેકટરનો ઉપયોગ થાય છે. એની જાણકારી મેળવવા માટે આવ્યા છે. અને સ્થાનીક ઉત્પાદકો છે એ ઉત્પાદકોનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેના કારણે એવું લાગે છે. કોઈમ્બતુર અને રાજકોટ શહેરની વચ્ચે ખૂબજ મોટા પ્રમાણમાં વેપાર થશે જેમાં વિશ્વની અંદર ધીમેધીમે અને ખાસ કરીને ભારતની અંદર જયારે દુનીયાનું ૨૬ હજાર ટન સોનું ભારતની પાસે હોય અને ૧૨ હજાર ટન ગોલ્ડ ચાઈના પાસે હોય અને ૮ હજાર ટન ગોલ્ડ અમેરિકા પાસે હોય તો એકંદરે ભારત પાસે ખૂબજ વધારે સોનું છે. અને આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો દીકરીના લગ્નમાં ઓછામા ઓછા ૨૦૦થી વધારે તોલા સોનું આપવું જ પડે છે. જયારે ગરીબ વર્ગના માણસ છે તો એમને ૧૦૦ તોલા સોનું તો આપવું જ પડે છે. ત્યારે મોટી મોટી સોનાની કંપનીઓમાં તેઓ દીકરીના જન્મથી જ ૧૦૦ રૂપીયા જમા કરાવે છે. અને જે વિશ્વશનીયતા ધરાવતી હોય છે કે જેથી તેમની દીકરીના લગ્ન સમયે આ ખર્ચ તેઓઆ બચતના ભાગરૂપે તેઓ કામ લાવે છે અને બીજી વાત એ છે કે ભારતમાં ડાયમંડ સેકટરમાં પણ પ્રગતી થાય છે. આજે ૯૫% એકસપોર્ટ થાય છે. છેલ્લા ૧૦ વર્ષથી ૫% લોકલ ક્ધઝકામે આપતુ થયું છે. પરંતુ હીરાની પરખ માટે એક પધ્ધતિ હોય છે. જેની મદદથી તેને પારખી અને ગ્રાહક છેતરાય નહી તેની જાણકારી આપી શકે છે અને જે જેમ્સ એન્ડ જવેલરીએ આ કાર્યક્રમમાં ખૂબજ સારી રીતે કાર્યશીલ છે.