જૂનાગઢ મનપાના મેયર પદના ચહેરા તરીકે ચૂંટણી લડતા ધીરુભાઈ ગોહિલે સાધુસંતોના દર્શન કરી પ્રચાર પ્રસારની શરૂઆત આરંભી

આગામી તારીખ ૨૧ ના રોજ જૂનાગઢ મનપાની ચૂંટણી  હોય, ભારતીય જનતા પાર્ટીના મેયર પદના ઉમેદવાર અને નિર્વિવાદીત ચહેરા સમાન કે જેમને આ ચૂંટણી સમયમાં પોતે ફોરેન ટુર પર હતા અને ભારતીય જનતા પાર્ટી એ તેની પસંદગી કરી તેને ફોરેન ટુર પાર થઈ પરત બોલાવ્યા અને આ ઘટના ધીરુભાઈ ગોહેલ ના જાણ બહાર થઈ એટલે એ આ ચૂંટણી ના ઉમેદવારી રેસ નીં બહાર પોતાના પરિવાર સાથે હતા અને તેને જૂનાગઢ પાલિકા ની ચૂંટણી માટે બોલાવવામાં આવ્યા. આ વાત પણ સાબિત કરે છે કે તેમનું વ્યક્તિત્વ એક સચોટ અને સ્વચ્છ છે. ધીરુભાઈ ની વોર્ડ ન. ૯ માંથી દાવેદારી કરાવવામાં આવી છે.તેમની સાથે પૂર્વ કો. મોહન પરમાર ના પત્ની ગીતાબેન, ચેતનાબેન ચુડાસા, અને પૂર્વ કો. એભ કટારા નો સમાવેશ થાય છે.

જૂનાગઢ નો વો.૯ ભવનાથ વિસ્તાર આ વિસ્તાર ને જોતા જ એમ થાય કે જૂનાગઢ નો વિકાસ આ વિસ્તાર માં નારી આંખે દેખાય છે, સાથે એક ભક્તિભાવ સભર વતાંવેં અને પવિત્ર વિસ્તાર માં બિરાજતા ભવનાથ મહાદેવ અને સાધુસંતો ના દર્શન કરી જૂનાગઢ ના આગામી મેયર પદ ના ચહેરા એટલે ધીરૂભાઇએ પ્રવહાર પેઅસર નો આરંભ કર્યો.

જૂનાગઢ મહાપાલિકા ની ચૂંટણી માં જેમ સૌ જાણે છે એ રીતે ટિકિટ વાંછુંકો અને કાર્યકારો નજનહારોડ લાગી હતી . સાથે સરકાર અને સંગઠન માટે પણ આ એક પ્રતિસ્થાનો પ્રશ્ન. બની ગયો હતો. કદાચ ગુજરાત ના ઇતિહાસ માં એવું પહેલી વાર બન્યું હશે કે મહાપાલિકા ની ટિકિટ ફાળવણી ને લઈ ત્રણ ત્રણ વાર કેબજનેટ બેઠક બોલાવવજ પડે અને આ વિષય પર વિચાર વિમર્શ કરવો પડે ત્યારે ક્યાંક ને ક્યાંક સંગઠન માતે પણ અઘરું સાબિત થયું હતું.

આ વખત છેલ્લા પાંચ વર્ષ માં થયેલ મનપા ના પદાધિકારીઓ ના ભરસ્તાચાર ના આરોપો ના આક્ષેપો ને કારણે રાષ્ટ્રીય સ્તરે એક પ્રશ્ન ગંભીર હતો આવા વખતે રાષ્ટ્રીય સ્તર થી જૂનાગઢ ના મેયર ના ચહેરા તરજકે ધીરુભાઈ ની પસંદગી એજ એમની પ્રતિષ્ઠા સાબિત કરે છે.અને પક્ષ પાર લાગેલ ભ્રષ્ટાચાર ના આરોપો ને પોકળ સાબિત કરવા માટે જૂનાગઢ માં ધીરુભાઈ નો ચહેરો જ ઉધાર કરી શકે તેમ છે.

સાથે ધીરુભાઈ નું નામ ભાજપ માટે શુભ સુકાન સાથે હોઈ તેમ તેમના નામની જાહેરાત બાદ વોર્ડ ન.૩ માં ભજપની પેનલ બિન હરીફ થઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુ આપી આવેલ અબસ કુરેશી સહિત ૩ કોર્પોરેટરો ની જીત થઈ હતી. કોંગ્રેસ પક્ષ માંથી વોર્ડ નો. ૩ માં ફક્ત એકજ દાવેદાર હતા અને તેનું ફોર્મ રદ થતા આ વોર્ડ માં ભાજપ ની જીત થઇ છે. કહી સકાય કે આ જીત ક્યાંક ને ક્યાંક ધીરુભાઈ ને પણ વિજય તરફ આગળ ધપાવતું નજરે ચડે છે . આ એક એવા વ્યકિતત્વની જીત ગણાવી શકાય.

આગામી તા. ૨૧ ના રોજ થનાર મતદાન માટે અબતક મીડિયા દ્વારા પણ તમામ મતદારો ને મતદાન કરવાની અપીલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.