છેલ્લા ૧૭ વર્ષ થયા દર વર્ષે નિયમિત પણે બેંક વિમા કર્મચારી રીક્રીએશન કલબ ધોરાજી દ્વારા યોજાતા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં ધોરાજીની તમામ બેંકો, સહકારી બેંકો તેમજ વિમા કૃ.ના મેનેજરો, કર્મચારીઓ સહકુટુંબ સાથે બ્રાહ્મણવાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા સમાજના ધો.૧ થી ૧૨ના તેજસ્વી તારલાઓને ભેટ મોમેન્ટો આપીને પ્રોત્સાહીત કર્યા હતા આ તકે ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતગીતો, શોર્યગીતો, અભિનય ગીતો, દુહા છંદ વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. ઉપરાંત અવનવી ગેઈમો, સ્પર્ધાઓ યોજાઈ હતી પ્રમોશન મેળવતા તેમજ નિવૃત થતા કર્મચારીનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવેલ જળ એજ જીવન તેમજ આરોગ્ય વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ તકે એસ.બી.આઈ. મેનેજર પાનસુરીયા, બી.ઓ.બી. મેનેજર ભાલોડીયા, એલ.આઈ.સી. મેનેજર મયુર દોશી, યુનિયન સ્પોર્ટસ કલબના પ્રમુખ રણજીતસિંહ આર.ડી.સી.ના નાગરીક બેંકનાં મેનેજરો, ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સુનિલ નિમાવત, હરેશ ત્રિવેદી, જગદીશભાઈ ગામોટ દ્વારા કરાયું હતુ.
Trending
- સૌર ઉર્જાના સાધનોના ઉત્પાદકો માટે સોનાનો સૂરજ ઉગ્યો
- રાજ્યના 61 માર્ગોની પહોળાઈ વધારાશે: રૂ.2995 કરોડ મંજુર
- Vadodara : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની નજીવી બાબતે સયાજી હોસ્પીટલમાં હ-ત્યા
- અંદાજે 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
- ઉત્તરાખંડના ભૂતિયા ગામમાં એકલા રહેતા 80 વર્ષીય વૃદ્ધ છે ફિલ્મ નાયિકા
- દિવાળી વેકેશન પૂર્ણ : શાળાઓમાં ફરી ગુંજશે બાળકોનું કિલકિલાટ
- પાટણની ધારપુર મેડીકલ કોલેજમાં રેગિંગ મામલે 15 વિધાર્થીઓને સસ્પેન્ડ કરાયા
- ગુજરાતમાં ક્યારે પડશે તીવ્ર ઠંડી? 23મી નવેમ્બરથી તાપમાન આ ડિગ્રી પર રહેશે