કાર્યક્રમ અંતર્ગત ટેન્શન, ડાયાબિટિસ, હિમોગ્લોબીન, બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરનું નિદાન: જનજાગૃતિ માટે પ્રદર્શન યોજાયું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટ તેમજ ડીસ્ટ્રીકટ એન.સી.ડી.સેલ સંયુકત દ્વારા મીડલ સરકારી સ્કુલ, કુવાડવા ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણીરૂપે ફેમીલી હેલ્થ મેળો તેમજ બ્રેસ્ટ અને સર્વાયકલ કેન્સરનો નિદાન કેમ્પ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાનાં અધ્યક્ષતામાં રાખવામાં આવેલ જેમાં વિશ્વની વધતી જતી વસ્તીની સમસ્યામાં એ આવતા સમય માટે ખુબ જ ગંભીર પરિસ્થિતિ, ગરીબી, બેકારી, ભુખમરો, જીવન જરીયાતની વસ્તુઓ, પાણીની તંગી, રહેઠાણની તંગી વગેરે પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આના માટે લોકોમાં જનજાગૃતિ માટે મોડા લગ્ન, લગ્ન પછી પહેલું બાળક એક મોડુ અને પહેલા બાળક પછી બીજા બાળક માટે ત્રણ વર્ષનો ગાળો રાખવો. એક કે બે બાળકો બસ, દિકરો હોય કે દિકરી બંને એક સમાનની ભાવના રાખો, સ્ત્રીઓને સામાજીક દરજજો આપવો અને શિક્ષણનું સ્તર વધારવું વધતી જતી વસ્તી વિશે સમજણ આપવી કુટુંબ નિયોજનની વિવિધ પઘ્ધતિઓને સ્વિકાર કરવો. તેમજ સ્ત્રીઓમાં બ્રેસ્ટ અને સર્વાયકલ કેન્સર અને નિદાન માટે લોકોને જાગૃતતા લાવવા જણાવેલ અને સમજણ આપવામાં આવેલ. લોકોની જાગૃતિ માટે પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાઈપર ટેન્શન, ડાયાબીટીસ, હીમોગ્લોબીન તેમજ બ્રેસ્ટ અને સર્વાયકલ કેન્સરનું નિદાન કરવામાં આવેલ. જેમાં ૨૫૦ લાભાર્થીઓએ લાભ લીધેલ જેમાં ગાયનેકનાં ૧૦૦, પેપ ટેસ્ટનાં ૩૦ તેમજ અન્ય ડાયાબીટીસ હીમોગ્લોબીન બીપીનાં કુલ ૧૨૦ લાભાર્થીઓએ લાભ લીધેલ. વિશ્વ વસ્તી દિન નિમિતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૯ અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સબ સેન્ટરો કક્ષાએ વિશ્વ વસ્તી દિન વસ્તી વિસ્ફોટ અંતર્ગત એક રેલી યોજાયેલ પ્લે કાર્ડ તથા બેનર પ્રદર્શિત કરવામાં આવેલ છે.