ગોંડલ તાલુકાનો જુન-૧૭ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજ્યના નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાએ યોજાતો ગોંડલ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ના રોજ ૧૧ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, ગોંડલના અધ્યક્ષસ્થાને યોજાશે.
ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અગેની અરજી નકલમાં પુરતા પુરવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે આજ રોજ સુધીમાં રજુ કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ચોક્કસ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે. જેમ કે તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય,
કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.
કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહિ.
આ અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે. તેમ મામલતદાર ગોંડલ યાદીમાં જણાવાયું છે.