આણંદ જમીન ખરીદવા ગયાને હોટલમાં રાત્રી રોકાણ દરમિયાન કારના ચાલકે ચોરી કર્યાની કબુલાત: જામનગર એલ.સી.બી.એ ભેદ ઉકેલ્યો
આણંદ જિલ્લાનાં વાસદ ખાતે જમીન ખરીદવા ગયેલ રાજકોટના વેપારીનું હોટલમાં રાત્રી રોકાણ દરમિયાન રૂ.૮.૨૧ લાખની કિંમતના સોનાના ધરેણાની ચોરીનો જામનગર એલસીબી એ ભેદ ઉકેલી વેપારીની કારના ચાલકની ધરપકડ કરી રૂ. ૭.૯૦ લાખનો મૂદામાલ કબ્જે કરી છે.
રાજકોટમાં રહેતા જગદીશભાઈ નરોતમભાઈ ભોગાયતા જમીનની ખરીદી કરવા માટે આણંદ જિલ્લાના વાસદ ગયા હતા તેઓ વાસદ ચોકડી પાસે રીલેકસ હોટલમાં રોકાયા હતા પોતે પહેરેલ સોનાના દાગીના તથા કાંડા ઘડીયાળ મળીને રૂ ૮,૨૧,૭૦૦નો મુદામલ ઉતારીને રૂમમાં રાખ્યો હતો. તે મુદામાલની તેનો ડ્રાઈવર જ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગેની જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલને સુચનાઓ પણ આપવામાં આવી હતી.
જામનગરની એલસીબીની ટીમે તેની વોચમાં હતી તે દરમ્યાન એલસીબીને બાતમી મળી હતી કે, સોનાના દાગીના, ઘડીયાળની ચોરી કરનાર જામનગરનો પ્રવિણસિંહ ઉર્ફે પવલો બહાદૂરસિંહ ચુડાસમા નામનો શખ્સ ચોરીના દાગીના સાથે ગોકુલનગર જકાતનાકા પાસે ઉભો હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબીના પીએસઆ, આર.બી.ગોજીયા, કે.કે.ગોહિલે સ્ટાફના જયુભા ઝાલા, બસીરભાઈ, ખીમભાઈ ભોચીયા, હરપાલસિંહ અને સંજયસિંહ, સહિતનો સ્ટાફે દરોડો પાડીને તેને પકડી લીધો હતો. તેના કબ્જામાંથી સોનાના બે ચેન, સોનાની ચાર નંગ વીટી, કાંડા ઘડીયાળ, મળીને કુલ રૂ ૭.૯૨ લાખનો મુદામાલ કબ્જે કરી વાસદ પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.