ચેન્નઈ ખાતે આંતરરાષ્ટ્રીય મીડીએશન સંગઠનનું લોકાર્પણ: મીડીએશન સંદર્ભેની મીટમાં હાજરી આપતા ડો. ભાવનાબેન જોષીપુરા

ચેન્નઈ ખાતે સેન્ટર ફોર ઈન્ટરનેશનલ મીડીએશન ઓર્ગેનાઈઝેશન (CIMO) ના ઉપક્રમે મદ્રાસ હાઈકોર્ટનાં ખાસ નિમંત્રિત કરાયેલ સીનીયર કાઉન્સેલ તથા વરિષ્ઠ ન્યાય વિદોની ઉપસ્થિતિમાં મીડીએશન સંદર્ભેની મીટમાં રાષ્ટ્રીય કક્ષાએ મીડીએશનને વધુ અસરકારક બનાવી અને સક્ષમ મીડીએટર નિર્માણ કરવા પર ભાર મૂકવામાં આવેલ મદ્રાસ હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ કિરૂબકરનનાં હસ્તે તથા ગુજરાતમાંથી ખાસ નિમંત્રીત રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત મિડીએશન નિષ્ણાંત ડો. ભાવનાબેન જોશીપૂરાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મિડીએશન સંગઠનનું લોકાપર્ણ કરવામા આવેલ.

ભાવનાબેન જોશીપૂરાએ ચેન્નઈ ખાતે આયોજીત આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લઈ જણાવ્યું હતુ કે, રાજકોટ ખાતે દેશના અગ્રણી ન્યાયવિદોની હાજરીમાં સપ્ટેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સમીટ યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે.

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ કિરૂબકરનની ઉપસ્થિતિમાં મીડીએશનની મહત્વપૂર્ણ સમીટનું આયોજન કરવામાં આવેલ. કિરૂબકરન દેશમાં પ્રજાલક્ષી સમસ્યાઓ માટે મહત્વપૂર્ણ ચૂકાદાઓ આપવા માટે સુવિખ્યાત છે. અને મીડીએશનના ક્ષેત્રે તેઓએ સિમા ચિન્હરૂપ કામગીરી કરી છે.

explanation-mediator-will-be-very-useful-in-family-and-marriage-related-conflicts-dr-bhavnaben-joshipura
explanation-mediator-will-be-very-useful-in-family-and-marriage-related-conflicts-dr-bhavnaben-joshipura

ચેન્નઈ ખાતે મદ્રાસ હાઈકોર્ટનાં સીનીયર કાઉન્સેલ અને ટોચના કાયદાવિદોની ઉપસ્થિતિમાં વૈકલ્પીક તકરાર નિવારણનાં મીડીએશન વિષય ઉપર તજજ્ઞ વકતવ્ય માટે નિમંત્રીત વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભાવનાબેન જોશીપૂરાએ મીડીએશનની સફળતા માટે પક્ષકારોને શાંતીથી સાંભળવાનદી ધીરજ, ઉકેલ લાવવાની ધગશ અને ધૈર્યએ ત્રણેય ગુણોનેપાયાની આવશ્યકતા ગણાવેલ. વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી અને પ્રશિક્ષીત અને પ્રમાણીત મીડીએટર ડો. ભાવનાબેન જોશીપૂરા કૌટુંબીક અને લગ્ન વિષયક તકરારમાં મીડીએશન પ્રક્રિયાનાં માધ્યમથી જટીલ કેસોનો સમાધાનકારી નિવેડો લાવવામાં સફળ રહેલ છે. આ પ્રકારનાં સિમાચિન્હરૂપ કેસોનાં કેસસ્ટડી મૂકવા અર્થે ચેન્નાઈ ખાતે ખાસ નિમંત્રણ કરવામાં આવેલ.

ભાવનાબેન જોશીપૂરાએ જણાવ્યું હતુ કે કૌટુંબીક અને લગ્નવિષયક તકરારોમાં કાઉન્સેલીંગ (સમજાવટ), ક્ન્સીલીએશન (સમાધાન વિષયક કાર્યવાહી) અને મીડીએશન (મધ્યસ્થી)નો વ્યાપ અને વિસ્તાર વધારવા માટે સામાજીક સંસ્થાઓ અને મનો વૈજ્ઞાનિકોને સંમ્મિલિત કરવા ખૂબજ ઉપયોગી બનશે.

જસ્ટીસ કિરૂબકરને જણાવ્યું હતુ કે અદાલતોમાં કેસોનાં ભરાવાને લઈ ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે દેશ અને વિદેશમાં મીડીએશન પ્રક્રિયા પ્રચલીત થઈ રહેલ છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ દિશામાં પ્રશિક્ષણ વધુ સુદ્દઢ બનાવવું ઉપયુકત બનશે. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયમા વધુ પડતા કેસોનાં ભરાવાને કારણે ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે મીડીએશન પ્રક્રિયાને વધુ પ્રચલીત બનાવવાની આવશ્યકતા છે.

તામીલનાડુનાં સોલીસીટર જનરલ અરવિંદ પાંડીયને ખાસ ઉપસ્થિત રહી અને મીડીએશનનાં વૈશ્ર્વીક પ્રવાહો પર વકતવ્ય આપેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.