અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (ધોલેરા સર) દેશનું પહેલુ સ્માર્ટ સિટી તરીકે વિકસીત કરવામાં આવનાર છે. અમદાવાદમાં ગુજરાત એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં ધોલેરા સ્માર્ટ સિટી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. તથા દેશી ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં શરૂ થશે. આમ, આ ત્રણ મોટી જાહેરાતોથી ધોલેરાના વિકાસને ચાર ચાંદ લાગશે.
જેના માટે કેન્દ્ર સરકારે 2486 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ધોલેરામાં એરફોર્સ માટેની ખાસ એરસ્ટ્રીપ પણ તૈયાર થશે. તો ગુજરાતમાં ટાટા કંપની 4000 કરોડના રોકાણ સાથેનો ઇ-બેટરીનો પ્રોજેકટ પણ અહી શરૂ કરવાની છે. ધોલેરામાં સૌથી સસ્તી વીજળી પણ પૂરું પાડવાનું આયોજન કરવામાં આવનાર છે