આ નવી એક્સપોર્ટ પોલીસી અંતર્ગત આફ્રિકા, રશિયા, ઇરાન અને લેટિન અમેરિકા પર વિશેષ ધ્યાન અપાશે
દેશ તમામ ક્ષેત્રે વિકાસ તેમજ વૃધ્ધિ હાંસલ કરે તે માટે મોદી સરકાર અગ્રેસર છે ત્યારે રાજ્યમાં ‚પાણી સરકાર પણ વિકાસ અર્થે અથાગ પ્રયત્નો કરી રહી છે જેના ભાગ‚પે રાજ્ય સરકારે ગુજરાતમાં નિકાલ અંતર્ગત ઔદ્યોગિક ગતિવિધીઓને વેગ આપવા માટે એક નવી એક્સપોર્ટ પ્રમોશન પોલીસી અને તેની વ્યુહરચના ઘડી છે. તાજેતરમાં જ રાજ્ય ઉદ્યોગ અને ખાણ વિભાગે વાણિજ્ય મંત્રાલય સમક્ષ નિકાસ વધારવાની એક વ્યાપક યોજના રજુ કરી છે.
ગુજરાતમાં વર્તમાનમાં કૃષિ ઉત્પાદન (જીરું, તેલના બીજ, એરંડાના બીજ, મગફળી, કેરી અને કપાસ) ખનીજ ધાતુ (બોક્સાઇટ, પીતળ, હીરા, જ્વેલરી અને આભુષણ, રસાયણ (એગ્રો કેમિકલ્સ, સ્પેશયાલીટી કેમિકલ્સ, કીટનાકશો, રંગદ્રવ્ય, રંગ અને ડાયસ્ટફ) પ્લાસ્ટિક, ટેક્સટાઇલ)
(મેડિકલ ટેક્સસ્ટાઇલ, રેડીમેડ કપડા, ડેનિમ) ફામાર્ર્સ્યુટિકલ્સ (બલ્ક ડ્રગ્સ), સિમેન્ટ અને સમુદ્રી પ્રોડક્ટસ વગેરે મુખ્યત્વે અમેરિકા, યુરોપ, થાઇલેન્ડ, ઓસ્ટે્રેલિયા, જાપાન, ચીન કેનેડા, બ્રાઝિલ, થાઇલેન્ડ, જર્મની અને અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે.
વિશ્ર્વના અન્ય ભાગોમાં નિકાસ ખુબ જ ઓછી છે હાલના સમયમાં નિકાસની માત્રા ખુબજ નીમ્નસ્તરે છે. સરકારની નવી રણનીતીનું લક્ષ્ય નિકાસને વધારવાનો છે. રાજ્ય ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ કહ્યું કે, અમે વાણિજ્ય મંત્રાલયને સુચિત કરી દીધું છે કે ચાર સ્તોંભો દ્વારા સંચાલિત એક સમગ્ર રણનીતી પર ધ્યાન કોન્દ્રિત કરીશુ. જે નિકાસની મુલ્ય વૃધ્ધિમાં વધારો કરશે. આ અંતર્ગત ઓઇલ ડેરવેટિવ્સ અને મગફળી, ડેફેન્સ પ્રોડક્ટસ, ટેકનીકલ ટેક્સટાઇલ તેમજ આઇટી સેવાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.