પતિની સાથોસાથ ખેતી કરી તન-મન-ધનથી પરિવારને સંપૂર્ણ સહયોગી બની રહ્યા છે આ મહિલા
રાજકોટ જીલ્લાના ધોરાજી નાં વેગડી ગામે એક મહીલા ખેતી કરે છે અને પરીવાર જનો ને સંપૂર્ણ રીતે સાથ સહકાર અને હૂંફ આપે છે.
દિકરી એટલે સાપનો ભારો નહીં પરંતુ તુલસી નો કયારો તેમજ વ્હાલ નો દરીયો છે આવી કહેવતો સમાજ માં સ્ત્રી ઓ માટે આપણે અનેક વખત સાંભળેલી જ છે પરંતુ સ્ત્રી ને બોજારૂપ માનનાર અમુક લોકો માટે આ કિસ્સો આંખ ખોલી ને જોવા જેવો છે વેગડી ગામે રહેતાં ચંદન બેન શૈલેષભાઈ ડાભી બેન પોતે તેમનાં પતિ ની સાથે ખંભે ખંભો મિલાવી ને ખેતરનું સમગ્ર કાર્ય કરી જાણે છે જેમાં ટ્રેકટર ચલાવવાથી માંડી ને સમગ્ર કાર્ય પુરી લગનથી તેમજ બમણાં ઉત્સાહ થી કરી શકે છે જેમાં ટ્રેકટર ચલાવવાથી માંડી ને પાણી વાળવાનું ખેતર માં જંતુનાશક દવાઓ નો છંટકાવ તેમજ નીંદ વાનુ જેવી ખેતી લક્ષી તમામ પ્રકારની કામગીરી કરતાં નજરે પડે છે અબળા સમજનાર માટે આ બહેન ની કાર્યશીલતા નું ઉત્કૃષ્ઠ ઉતરાણ બીજું શું હોય શકે કહેવાય છે કે સ્ત્રી ધારે તો કોઈક નું જીવન આબાદ કરી શકે છે અને વિફરે તો કોઈક નું જીવન બરબાદ પણ કરી શકે છે પરંતુ આ બહેન પોતાના પતિ ની સાથે ખેતરમાં બધું જ કાર્ય હળીમળી ને કરે છે વહેલી સવાર થી પોતાના સંતાનો ની પરીવાર ની ઘર થી માંડી ને ખેતર સુધી ની સંપૂર્ણ જવાબદારી આ બહેન નિભાવે છે લગ્ન થયાં ત્યારથી જ પરીવાર જનો સાથે ખંભે ખંભો મિલાવી ને તમામ જવાબદારી નિભાવી રહયાં છે બહેન પોતે પતિની સાથે ખેતરમાં બધું જ કાર્ય કરે છે જેથી બહાર થી કામ માટે દાડીયા ની જરૂર ઓછી પડે છે અને આ ખર્ચ બચાવી શકાય છે બહેન પોતાના પતિ અને પરીવાર ને તન મન અને ધનથી ખેતરનું કામ જાતે કરતા હોય છે અને પોતાનાં પતિ ને પુર્ણ પણે અર્ધાગની છે તેવું સાબિત કરી દીધું છે ડાભી પરીવાર તથા વેગડી ગામ નું નામ રોશન કર્યું છે અને અન્ય લોકો ને પણ પ્રેરણા મળી રહે એવાં ચંદન બેન શૈલેષભાઈ ડાભી.