વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે.આજે શ્રદ્ધાળુઓનો નવો કાફલો સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યો હતો. ૫૨૭૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો જમ્મુથી રવાના કરવામાં આવ્યો હતો. પહેલી જુલાઇના દિવસે વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી દર્શન કરી ચુકેલા શ્રદ્ધાળુઓની સંખ્યા ૧.૨ લાખથી ઉપર પહોંચી ચુકી છે. અમરનાથ યાત્રાને ભગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે. છેલ્લા નવ દિવસના ગાળામા જ હજુ સુધી લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે પૂર્ણ થઈ જશે. સોમવારના દિવસે કાયદો અને વ્યવસ્થાના કારણોસર અમરનાથ યાત્રા મોકુફ રાખવામાં આવી હતી. આજે સવારમાં તમામ શ્રદ્ધાળુઓ બે કાફલામાં ભગવતી નગર નિવાસ ખાતેથી રવાના થયા હતા. હેલિકોપ્ટરની સેવા પણ તમામ શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.
અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. પરંતુ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે સેના સાવધાન છે.