એરંડા માટે ૩૧મી ઓગષ્ટ, મગફળી સહિત અન્ય પાકો માટે ૧પમી જુલાઇ અંતિમ તારીખ
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રધાનમંત્રી ફસલબીમા યોજના ખરીફ-૨૦૧૬ થી અમલી બનેલ છે. જે અંતર્ગત લાભ લેનાર ખેડુતોને જુદા જુદા જોમખો સામે વીમાનું રક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ યોજના ધીરાણ લેનાર તમામ ખેડુતોને આવરી લેવામાં આવે છે તથા જે ખેડુતો ધીરાણ લીધું ન હોય તેવા ખેડુતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઇ શકે છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તા. ૪-૭ ના નાકૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખરીફ-૨૦૧૯ સીઝન માટે તાલુકા પ્રમાણે આ પ્રમાણેના પાકો નોટીફાઇડ થયેલ છે. ખંભાળીયા તાલુકામાં મગફળી, મગ, તલ, કપાસ, કપાસ પીયત, તલ અને દ્વારકા તાલુકામાં મગફળી, તુવેર, મગ, તલ, એરંડા પાકનો વિમો ઉતારવા ખેડુતોએ ર ટકા જયારે કપાસ પીયત માટે પ ટકા પ્રીમીયમ ભરવાનું થાય છે. ખરીફ-૨૦૧૯ ઋતુમાં દેવભૂમી દ્વારકા જીલ્લા માટે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લી. વીમા કંપની તરીકે નકકી થયેલ છે. ખરીફ-૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ કંપની તરીકે નકકી થયેલ છે. ખરીફ-૨૦૧૯ દરમિયાન પધાનમંત્રી ફસલ વીમા યોજનાને લાભ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, કપાસ, પીયત, મગફળી, મગ, તલ, અડદ તથા તુવેર પાક માટે ૧પ જુલાઇ ૨૦૧૯ તથા એરંડા પાક માટે ૩૧ ઓગસ્ટ-૨૦૧૯ નકકી થઇ આવેલ છે.