દર્શનપુરની પ્રાથમિક શાળાના હેડમાસ્તર સસ્પેન્ડ : જીલ્લાની તમામ શાળાઓનું નિરીક્ષણ કરવાના અપાયા નિર્દેશો
હાલ ઉનાળુ વેકેશન પુર્ણ અને નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચુક્યુ છે. શાળા-કોલેજમાં ફરી ધમધમાટ ચાલુ થયો છે. પરંતુ રામપુર જીલ્લાના દર્શનપુરની એક પ્રાથમિક શાળામાં વેકેશન બાદ એક આશ્ર્ચર્યમય કરી મુકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાના હેડમાસ્તરની બેદરકારી અને વેકેશન ગાળા દરમિયાન જાણવળીના અભાવે શાળામાં મરઘાં ઉછેર કેન્દ્ર ઊભું થઇ ગયુુ છે. ગ્રામ પ્રધાનના પતિની સાથે મળીને હેડમાસ્તર ક્લાસરૂમમાં મરઘાં ઉછેર કેન્દ્ર ઊભું કર્યુ છે.
આ પ્રકારનો મામલો સામે આવ્યા બાદ જીલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ અપાયો હતો. જેમણે હેડમાસ્તરને સસ્પેન્ડ કરી તપાસ કરવાના આદેશો આપ્યા છે. રામપુરના શિક્ષા અધિકારી સર્વનંદે કહ્યું કે, આ ઘટનાનો મરઘાંનો વિડીયો અપલોડ કર્યા બાદ મામલા અંગે ડીએમને જાણ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં હેડમાસ્તર ફરીયાદ અલીખાન અને એક અન્ય શિક્ષક દોષી સાબિત થયા છે. આ બાબતે બ્લોક શિક્ષા અધિકારીને પણ નોટિસ પાઠવાઇ છે. રામપુર શિક્ષણવિભાગ આ પ્રકારની ઘટનાને વખોડી કાઢે છે. શાળાઓમાં આવી અનિયમિતતા ચલાવી લેવાશે નહિ તેમ સર્વનંદે વધુમાં જણાવ્યું છે.
વેકેશન દરમિયાન હેડમાસ્તર દ્વારા ક્લાસ‚મમાં મરઘાં ઉછેર કેન્દ્ર ઉભું કરવુએ અતિ શરમજનમ છે. જીલ્લા અધિકારી શિવ સહાય અવસ્થીએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ વિભાગને તમામ સ્કુલોનું નિરીક્ષણ કરવાના નિર્દેશો આપી દીધા છે. જો આ દરમિયાન કોઇ દોષી સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.