સૌ.યુનિ.માં આજરોજ કુંડારીયા ટ્રસ્ટ દ્વારા ૨૮૨ વિર્દ્યાથીનીઓનું વિનામુલ્યે હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌ.યુનિ.ના એનએફડીડી હોલ ખાતે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરથી કઈ રીતે રક્ષણ મેળવવું તે અંતર્ગત પણ કુંડારીયા ટ્રસ્ટના તબીબોએ વિર્દ્યાથીનીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
તેમજ આ હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ એક અઠવાડીયા સુધી ચાલવાનો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિ. ની તમામ ભવનની વિઘાર્થીનીઓ અને સંલગ્ન કોલેજની વિઘાર્થીનીઓનું વિનામૂલ્યુ હિમોગ્લોબીન ચેક કરવામાં આવશે.