શિક્ષણ ક્ષેત્રે અનેક સેવા કાર્યો કરતી સંસ્થા પ્રોજેકટ ‘લાઈફ’ દ્વારા વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે કુસુમબેન મનસુખલાલ કામદાર પ્રામિક શાળાની શિલાન્યાસવિધિ કિરીટભાઈ વસા, ગોલ્ડમાઈન સ્ટોક પ્રા.લી., અમદાવાદ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.આ પ્રામિક શાળાના શિલાન્યાસ પ્રસંગે મહમદજાવીદ પીરજાદા-ધારાસભ્ય વાંકાનેર, પ્રોજેકટ ‘લાઈફ’ના જોઈન્ટ એક્ઝયુકેટીવ ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ કિરીટભાઈ વસા, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, પ્રમુખ, તાલુકા પંચાયત, વાંકાનેર, મયુરભાઈ પારેખ, જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી, મોરબી અને ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત, મોરબી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
શાળાની શિલાન્યાસવિધિ કિરીટભાઈ વસા તથા અન્ય ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. પ્રોજેકટ ‘લાઈફ’ના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંત કોટીચાએ શાળા નવનિર્માણ કાર્યક્રમની ઝલક આપતા કહ્યું કે, જર્જરિત શાળાઓના નવનિર્માણ અને બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવા શુભ આશયથી દર ૭૫માં દિવસે એક શાળા રાષ્ટ્રને અર્પણ કરવાનું ઉમદા કામ કરી રહયાં છીએ.
મહમદ જાવીદ પીરજાદા, ધારાસભ્ય વાંકાનેર એ પંચાસીયા ગામનો ઈતિહાસ, ગામના પ્રામિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની માહિતી આપી અને જણાવ્યું કે, મહામાનવ પદ્મભુષણ મનુભાઈ પંચોલીની જન્મભૂમિ પર આવી અદ્યતન સુંદર શાળા બનાવવા બદલ દાતા કામદાર પરિવાર યુ.કે., લાઈફ ગ્લોબલ યુકે, યુ.કે. તેમજ આવું ઈશ્વરીય કામ કરનાર શશીકાન્તભાઈની ભાવનાને બિરદાવું છું તેમજ વિવિધ સામાજિક સેવાઓ માટે પ્રોજેકટ ‘લાઈફ’નો આભાર માનું છું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન શાળાના શિક્ષકે અંતમાં આભારવિધિ ગામના સરપંચે કરી હતી.