ફેશનવર્લ્ડમાં ઉચ્ચતમ કારકીર્દી બનાવવા માગતી બહેનો માટે સુવર્ણ તકને લઈ કાર્યકરોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત
આધુનિક અને બદલાતી દુનિયામાં પહેરવેશનું મહત્વ ખૂબજ વધતુ જાય છે. લોકોએ સમયની સાથે સાથે પોતાના બાહ્ય દેખાવમાં પણ બદલાવ લાવવો પડે છે. આ પહેરવેશની દુનિયા એટલે ઋઅજઇંઈંઘગ ઠઘછકઉ વાઘેશ્વરી એજયુકેશન સેન્ટર દ્વારા રાજકોટના લોકો ફેશન પ્રત્યે વધુ સજાગ બને તે માટે સાત દિવસ ફેશન ડિઝાઈન અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાત દિવસના સેમિનારમાં બેઝીક શેઈપ શીખવવામાં આવશે ત્યારબાદ એકસપર્ટસ દ્વારા સ્ટીચીંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામા આવશે.
આ સેમિનારમાં ૮૦ રજિસ્ટ્રેશન કરવાની ગણતરી છે અને રજસ્ટ્રિશન ૧૧ જુલાઈને ગુરૂવાર સવાર સુધી કરવામાં આવશે અને ગુરૂવારે સાંજથી જ સેમિનાર શરૂ થશે તેવું અબતકની મુલાકાતે આવેલા વાઘેશ્વરી એજયુકેશનના કાર્યકરે જણાવ્યું હતુ.