રાજ્ય સરકાર દ્વારા ગીર ગાય દૂધ સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ચાલુ વર્ષે મોરબીની ગીર ગાય સ્પર્ધા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને વિજેતા બની છે મોરબીના દરબારગઢ નજીક રહેતા મહિપાલસિંહ જાડેજાને ગાય પાળવાનો શોખ હોય જેને રાધિકા નામની ગીરગાયની સારી એવી સારસંભાળ લેતા હોય જેથી તેની ગાય રાધિકા સ્પર્ધામાં વિજેતા બની છે દૂધ હરીફાઈમાં રાધિકા ગાયનું દૂધ કાઢતા ૩૧ લીટર દૂધ આપ્યું હતું અને સમગ્ર રાજ્યમાં તે સ્પર્ધામાં વિજેતા બનતા રાજ્ય સરકારે પ્રમાણપત્ર અને ૫૧,૦૦૦ નું ઇનામ એનાયત કર્યું છે .
ગીર ગાય અંગે મહિપાલસિંહ જાડેજા જણાવે છે કે અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪ માં યોજાયેલી સ્પર્ધામાં પણ તેની ગાય દ્વિતીય સ્થાને વિજેતા રહી હતી ઉપરાંત અગાઉ વર્ષ ૧૯૯૮ માં તેના પિતાએ પાળેલી ગાયે ૨૬ લીટર દૂધ આપીને સ્પર્ધા જીતી હતી તો તેમના દાદાજી પણ ગાય રાખતા હતા આમ વારસાગત ગાયોની સારસંભાળ રાખવી અને ગાયો પાળવાનો શોખ હોય અને ગાયની સારી એવી માવજત કરતા તેની ગાયે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દૂધ આપીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે એટલું જ નહિ પરંતુ રાધિકા નામની ગાયનું વાછરડું પણ ઉત્તમ હોય જેથી રાજ્ય સરકારે તે વાછરડું આપવા પણ પરિવાર સમક્ષ માંગ કરી છે જેથી ઉત્તમ ઓલાદની ગીર ગાયો મેળવી સકાય.