“રાજકારણીઓને સામાન્ય રીતે સિદ્ધાંત કે નીત્તિમત્તા જેવું કંઈ હોતુ ની, કાંઈક લાભ લેવા કે ર્સ્વા માટે પક્ષ પલ્ટો કરે અને તે માટે એવા બેહુદા નિવેદનો આપે કે જાણે જનતા સાવ ભોટ હોય !

સાપ પકડવાના ધંધા ૨

એક દિવસ ભાવનગર જીલ્લા પોલીસ વડાએ સ્પેશ્યલ ઓપરેશન સ્કોડના ફોજદાર જયદેવ ને તેમની ચેમ્બરમાં બોલાવીને કહયું એક જરા અઘરૂ અને જવાબદારી વાળુ કામ તમને સોંપવા માગુ છું આમ તો આ કામ એલ.સી.બી.ના ફોજદારને છેલ્લા એક મહિનાથી સોંપ્યું છે. પણ થતુ નથી તમે કરશો? આથી જયદેવે કહ્યું કે થાય તેમ હશે તો અવશ્ય કરીશું આથી પોલીસ વડાએ કહ્યું કે વલ્લભીપૂરમાં એક મોટાગજાના રાજકારણી કમ મોટા આગેવાન ના ઘેર જુગારની રેઈડ કરવાની છે ! જયદેવે તુરંત જ કહ્યું તમે મને જુગાર પ્રતીબંધક ધારા કલમ ૬ મુજબનું વોરંટ આપો અમે પ્રયત્ન કરીને ચાર પાંચ દિવસમાં જે આવે તે પરિણામ લાવી દઈશુ.

આમ પોલીસ વડાએ એક જૂની સત્તાધારી પાર્ટીના એક વખતના તાલુકા કક્ષાના વડા પદાધિકારી અને નામચીન તથા મોટા જુથબળ વાળા રાજકારણીના નામનું વોરંટ જયદેવને આપ્યું જયદેવને ચોંકી જવાનું કોઈ કારણ જ ન હતુ કેમકે તેને પોલીસ વડા ઉપર પૂરો ભરોસો હ તો અને તેમનું પીઠ બળ અને સમર્થન હતુ. વળી જયદેવે ભૂતકાળમાં આવી જુગાર પ્રતીબંધ ધારા કલમ ૪/૫ મુજબની કેટલીય રેઈડો જાતે કરી ચૂકેલો હતો. ખાસ તો સુરેન્દ્રનગર જિલ્લા ના ખાસ ખેલી જુગારી કીંગ ઉપર મુળીમાં કરેલી રેઈડ જુઓ પ્રકરણ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ કે જેમાં ધીકતા ધંધાના માલીકો, રાજકારણીઓના સપૂતો અને કાયદાના નિષ્ણાંતોના પુત્રો પણ સામેલ હતા !

હવે જયદેવ માટે આ ઓપરેશન ગેમ્બલીંગ સફળતા પૂર્વક પૂરૂ કરવું એક ચેલલેન્જ થઈ ગઈ કેમકે એલ.સી.બી. ફોજદાર કે જે એક મહિનાથી આ કાર્ય કરી શકયા નહીતેનું જયદેવે વોરંટ પણ મેળવી લીધું હતુ જયદેવે સહેજ પણ ચૂક ન રહે તેમાટે આ ઓપરેશન અર્થે પોતાન વિશ્ર્વાસુ જમાદાર તાજમહંમદની સાથે ચર્ચા કરતા તેણે માર્મીક હંસીને કહ્યું ‘સુતેલો સાપ પકડવાનો છે. એમ ને? મેં તે ઘર પણ જોયેલું છે પરંતુ આ કિસ્સામાં એવું છે કે હિંસક પશુઓનો જેમ જંગલમાં પોત પોતાનો એક નિશ્ર્ચિત વિસ્તાર હોય છે. અને તેમાં અન્યનો પ્રવેશ જોખમી હોય છે. તેમ આ મોટા માથાનું મકાન પણ તેની ચોકકસ વસ્તીવાળા વિસ્તારમાં છે. વળી તેનો ભૂતકાળ અને ઈતિહાસ સારો નથી રાજકારણતો ફકત મોરૂ છે.

આથી ત્યાં રેઈડ કરવી હોય તો પુરતુ પોલીસ ફોર્સ સાથે હોય તે જરૂરી છે. જયદેવે કહ્યું પરંતુ તે જગ્યાએ યુનિફોર્મ ધારી કે હથીયારધારી જવાનો તો નથી જ લઈ જવા પરંતુ તમામને સાદા કપડામાં જ લઈ જવા છે. આથી એલ.સી.બી.નો કાફલોજ મોટો હોય તેને સાથે લેવાનું નકકી કર્યું પરંતુ આવડા મોટા કાફલામાંથી જો કોઈક રેઈડની માહિતી લીક કરી દેતો આયોજન નિષ્ફળ જાય તે નકકી હતુ જો કે તે સમયે હજુ મોબાઈલ ફોન ચલણમાં આવ્યા ન હતા. પરંતુ ‘પેજર’ આવી ગયા હતા આ પેજર એવું ઈલેકટ્રીક સાધન નાની ડબ્બી જેવું હતુ કે જો કોઈને આ પેજર ધારક સાથે વાત કરવી હોય તેણે અગાઉથી આ વ્યકિતએ આપી રાખેલ ચોકકસ લેન્ડલાઈન ટેલીફોન નંબર ડાયલ કરી પછી તે વ્યકિતનો પેજર નંબર જે સામાન્ય રીતે બે ડીજીટ સુધીના રહેતા તે ડાયલ કરે પેજર કે જે ખીસ્સામાં રાખી શકાય કે કમર પટ્ટા ઉપર બાંધી શકાય તેવું હોય તેમાં જોરદાર ધ્રુજારી આવે (વાઈબ્રેશન) અને તેના સ્ક્રીન ઉપર કોલ કરનારના ટેલીફોન નંબર આવી જાય આથી પેજર ધારક તે નંબર જોઈને નજીક કોઈ ટેલીફોન ઉપરથી પેજર કરનાર સાથે વાત કરી લેતા આથી પોલીસ વડા દ્વારા એલ.સીબીના પેજર તે જ દિવસે જમા કરાવવાનો હુકમથયો અને બીજે દિવસે સવારે નવ વાગ્યે રાજકોટ રોડ ઉપર શિહોર ગામે સ્પેશ્યલ સ્કોડના ફોજદાર જયદેવને મળવાની વરધી અપાઈ ગઈ.

બીજે દિવસે સવારે જયદેવ પોતાનો કાફલો અને બે પંચોને પાતેના વાહનમાં બેસાડી સાથે થોડા નંગ ફાળીયા અને પછેડીઓ થેલામાં નખાવી શિહોર દાદાની વાવ પાસે આવીને ઉભો રહી ગયો. કોઈને વલ્લભીપૂરની શંકા ન જાય તે માટે શિહોર ભેગા થવાનું નકકી કર્યું હતુ. એલ.સી.બી. ફોજદાર પણ પોતાના વાહનમાં પોતાનો કાફલો લઈને દાદાની વાવ પાસે આવી ગયા વલ્લભીપૂર આમ તો ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર હતુ પરંતુ શિહોરથી પણ વલ્લભીપૂરનો એક સીંગલપટ્ટી રસ્તો હતો.

સ્કોડના જવાનોએ બે રીક્ષા છકડા (ખુલ્લી રીક્ષા) ભાડે રાખી લીધી હતી. આથી એલ.સી.બી.ના જવાનો અને સ્કોડના જવાનોને બે પંચો સાથે મીશ્રીતકરીને બંને રીક્ષામાં ગોઠવાઈ ગયા એક રીક્ષામાં જયદેવ તથા એલસીબી ફોજદાર સાથે બેઠા અને રીક્ષાઓ વલ્લભીપૂર તરફ ઉપડે તે પહેલા જ જયદેવે તેના ડ્રાઈવર દીનેશ ને સુચના કરી કે અર્ધાકલાક પછી તું એલ.સી.બી.ના વાહનને સાથે લઈને વલ્લભીપૂર આવજે કાફલો નેસડાના રસ્તેથી વલ્લભીપૂર તરફ આવતામાં તમામ જવાનોને ફાળીયા અને પછેડીનું વિતરણ કરી ઓઢાડીને કાણ મોકાણે જતા હોય તેવો દેખાવ સર્જી દીધો વલ્લભીપૂરના પાદરમાંથી રીક્ષા રોડ ઉપર થી કાચા રસ્તે ગામના પાછળના ભાગે લેવડાવતા જ એલ.સી.બી.ના ફોજદાર સચેત થઈ ગયા અને જયદેવ સામે પ્રશ્ર્નાર્થ ભરી નજર કરી ફકત મોટામાથાનું નામ જ બોલ્યા, આથી જયદેવે હા પાડી અને કહ્યું કે મુંઝાવાની જરૂર નથી પડશે તેવા દેવાશે.

જયદેવે કોન્સ્ટેબલ કિશોરસિંહને સુચના આપી જ રાખેલી કે રીક્ષાઓ રેઈડ વાળી જગ્યાએ ઉભી રહે એટલે તેણે હાઈવે ઉપર જઈ, પોલીસના જે વાહન શિહોર દાદાની વાવ પાસે ઉભા રાખેલા તે આવે તેને તૂર્ત જ રેઈડ વાળી જગ્યાએ લઈ આવે. આ જુગારની કલબ વર્ષોથી અણનમ ચાલુ હતી. છતા આ મોટા માથાએ ઓચિંતી પણ રેઈડ ન થાય તે માટે તેના મહોલ્લા તરફ આવતા રસ્તાઓ ઉપર ચાડીયા કે ટોયા કે બાતમીદારો ગોઠવેલા રાખેલા જ કોઈ દુકાનદાર કે કેબીનદાર પણ તેના ! આથી જયદેવ તેની રીક્ષાઓ આવા મહોલ્લા શેરીઓમાંથી પસાર થઈ ચાડીયા કે બાતમીદારોએ જોયું પણ ખરૂ પરંતુ આ વાહનો એકતો રીક્ષા છકડા અને અંદર બેઠેલા લોકો ફાળીયા ઓઢીને બેઠા હતા આથી ટોયા બાતમીદારોને પોલીસની શંકા ગઈ નહી પરંતુ કોઈ કાણ મોકાણ વાળા હોવાનું માની પાછા પોતાના કામે વળગી ગયેલા.

મોટામાથાનું મકાન આવતા જ તાજમહમદે રીક્ષાઓ ઉભી રખાવી તમામ ફટાફટ નીચે ઉતરી ગયા અનેકોન્સ્ટેબલ કિશોરસિંહ એક રીક્ષા લઈ હાઈવે ઉપર પાછળ આવતા પોલીસ વાહનો લેવા ઉપડી ગયો. અહી જયદેવ રસાલો લઈને સીધો જ જુગારના ફિલ્ડ વાળા મકાનમાં પ્રવેશ્યો, બીજા માળે જુગાર તીનપતીનું ફીલ્ડ રસતરબોળ જામેલુ હતુ મોટામાથાની અભયનિશ્રામાં ખેલીઓ બીન્દાસ પણે જુગાર રમવામાં તલ્લીન હોય જયદેવ તેનો કાફલો લઈ બીજા માળે પહોચ્યો ત્યાં સુધી કોઈને ખ્યાલ જ આવ્યો નહી આમ દરોડો સફળ રહ્યો. જયદેવે તમામને પડકારો કરી ને કહ્યુ કોઈ હલશો નહી જેમના તેમ બેસી રહેજો આથી તમામે રીવોલ્તવર ધારી જયદેવને જોતા જ ખ્યાલ આવી ગયો કે પોલીસના તેડા આવી ગયા ! આ લોકો એવા નીર્ભય રીતે રમતા હતા કેમકે ભૂતકાળમાં કયારેય સાચી ખોટી રેઈડ કરવાની તો ઠીક પણ આ તરફ નજર નાખવાની પણ કોઈએ હિંમત કરેલી નહી!

જયદેવનો પડકારો સાંભળી મોટુ માથુ જે બાજુના રૂમમાં હતુ તે દોડી આવ્યું પરંતુ જયદેવને જોતા જ તાજમહમદને કહ્યું ‘જયદેવ સાહેબ?’ આથી તાજમહમદે હંસીને કહ્યું ‘હા બરાબર પરંતુ કાઈ વાત કરવાની નથી કાર્યવાહીમાં અડચણ થતા બીજી કલમોનો ઉમેરો થશે અને પુરી તૈયારીથી આવેલ છીએ. આથી મોટુ માથુ એક બાજુ વળીને બેસી ગયું. જયદેવ તેને પોલીસ વડાનું રેઈડનું વોરંટ આપી તેમાં સહી કરવા જણાવ્યું, આથી રાજકારણી એવા ઘરધણી કે જે મોટામાથા દાદા તરીકે પ્રખ્યાત હતા તેમણે બોલપેન માગી સહી કરી વોરંટ પ્રેમથી પાછુ આપ્યું.

હવે જુગાર પ્રતીબંધક ધારા કલમ ૪/૫ મુજબ કાર્યવાહી ચાલુ થઈ. જવાનોએ ખેલી આરોપીઓના નામ ઠામ લખી તેમની પાસેના પાના પૈસા અંગ ઝડતીના પૈસા દાગીના તથા પટમાં પડેલ પાના પૈસા તથા નાળ રૂપે કાઢેલા પૈસાનું લીસ્ટ બનાવી મકાનની માલીકી કબજા અંગેના પૂરાવા મેળવ્યા તેમજ ચતુસીમા લખી વિગતે પંચનામુ કરી કબ્જે કરેલ મુદામાલ લઈ નીચે આવતા જ કોન્સ્ટેબલ કિશોરસિંહ પોલીસના વાહનો હાઈવે ઉપરથી લઈને આવી રાહ જોતો ઉભો હતો. રીક્ષા વાળાઓને ભાડા આપી રવાના કર્યા અને બંને પોલીસ વાહનોમાં અરોપીઓને મુદામાલ સાથે ગોઠવીને વલ્લભીપૂર પોલીસ સ્ટેશને આવ્યા.

વિધાનસભા મધ્યસત્ર ચૂંટણી બાદ ફોજદાર બીજુની જગ્યાએ ગઢડા નિમણુંક પામેલ ફોજદાર કાંતો ગઢડા તાલુકાની જનતાને માફક ન આવ્યા અને કાંતો ખાતાને તે જગ્યા માટે લાયક લાગેલા નહી કેમકે એ વાત જાહેર થઈ ગયેલ કે જેતે વખતે પેલા પોપટ મારફત વહીવટ કરીને ગઢડા નિમણુંક મેળવેલ ગુનાખોરીથી જનતા ત્રાહીમામ થતા ફોજદાર રીબાઉન્ડ થઈને ગઢડાથી વલ્લભીપૂર ટુંક સમયમાં જ આવી ગયેલા ! તેઓ આ રેઈડથી હતપ્રભ થઈ ગયા પરંતુ જયદેવે તેને કહ્યું તમે મુંઝાવ નહી રેઈડમાં તમને સાથે બતાવું છું ! આથી દમ સાથે શ્ર્વાસ ચડેલો નીચે બેઠો જયદેવે આરોપીઓને લોકઅપમાં મૂકી મુદામાલ પી.એસ.ઓ.ને સોંપીને શ્રી સરકાર તરફે એફઆઈઆર હજુ લખવાનું ચાલુ જ કર્યું હતુ ત્યાં વલ્લભીપૂર પોલીસ સ્ટેશનનો લેન્ડલાઈન ટેલીફોન સતત રણકવા માંડયો હતો. અને અનેક પ્રકારની ભલામણો નો દોર ચાલુ થયો. ફોજદાર વલ્લભીપૂર અને એલ.સી.બી. ફોજદાર આ ફોનથી ગળે આવી ગયેલા પરંતુ એફઆઈઆર લખતા જયદેવને કોણ કહે?

જોગાનું જોગ બોટાદ વલ્લભીપૂરના વિધાયક કે જેઓ સત્તાધારી પાર્ટીના હતા. તેઓ તેમની રાબેતા મુજબની મતવિભાગ વિસ્તારની મુલાકાતે વલ્લભીપૂર વિશ્રામગૃહમાં જ આવેલા તેથી મોટામાથાની ભલામણો તેમના સુધી પહોચી પરંતુ પકડાયેલ મોટુ માથુ વિરોધ પક્ષનું સભ્ય અને ભૂતકાળમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નેતાનો પણ તાજ પહેરી ચુકેલા હતા જોકે રાજકારણમાં તો એવું છે કે કોઈ ભીંસ પડે કે મુશ્કેલી આવે કે કોઈ મોટો લાભ લેવાનોહોય ત્યારે માટી પગા રાજકારણીઓને કોઈ સિધ્ધાંત કે નીતિમતામાં બાંધછોડ કરવાનું તો ઠીક એક બાજુ રહ્યું પરંતુ જો લાભ લેવો હોય તો સિધ્ધાંત બીધ્ધાંત નેવે મૂકી પક્ષપલ્ટો કરવામાં પણ શરમ કે વાર લાગતી નથી. અને એવા બેહુદા નીવેદનો આ પક્ષ પલ્ટા માટે આપે કે જાણે પ્રજા સાવ ભોટ હોય!

પકડાયેલ મોટામાથા વાળુ જુથ ધારાસભ્યને મળ્યું અને કહ્યું કે ‘તમો કહો તેમ’ પણ આમાં અમારી આબરૂ બચાવો. આખરે વિશ્રામગૃહમાંથી ધારાસભ્યનો ટેલીફોન વલ્લભીપૂર પોલીસ સ્ટેશનમાં ભલામણ માટે આવ્યો. પરંતુ વલ્લભીપૂર ફોજદારે પોતે અસમર્થ હોવાનું કહીને ટેલીફોન અલેસીબીનાં ફોજદારને પકડાવ્યો પરંતુ તેણે ‘મને નહી, મને નહી’કહીને રીસીવર સીધુ જયદેવ પાસે આવ્યું જયદેવે ટેલીફોનનું રીસીવર કાન ઉપર રાખતા જ ધારાસભ્યએ નમ્રતાથી કહ્યું ‘સાહેબ, હશે જે થયું તે પણ હવે આમાંથી કાંઈક રસ્તો કાઢો !’ આથી જયદેવે પણ નમ્રતાથી જવાબ આપ્યો કે ‘ખરી વાત છે ભાવનગર જિલ્લા પોલીસ વડા…. ને જરા કહો… જો તેઓ કહે તો મને છોડવામાં શું વાંધો હોઈ શકે?’ કરીને દડો પાછો જવા દીધો. પરંતુ સીધ્ધાંત અને નિષ્ઠાના નામે ચૂંટાયેલા ધારાસભ્ય સિધ્ધાંતવાદી અને નિષ્ઠાવાન પોલીસ વડા કે જે સ્પષ્ટ વકતા પણ હતા તેથી પેલી ઉંદરોની વાર્તા જેવું કે ‘બીલાડાના ગળે ઘંટ બાંધવા કોણ જાય?’ તે ન્યાયે પોલીસ વડાને ટેલીફોન કોણ કરે? આથી જયદેવે એફઆઈઆર લખવાનું પૂરૂ કરી પીએસઓને ગુન્હો દાખલ કરવા આપી પોલીસ સ્ટેશનમાં પીનડ્રોપ સાયલન્સ હતુ એક બાજુ વલ્લભીપૂર ફોજદાર માથુ નમાવીને બેઠા હતા તો લોકઅપમાં મોટામાથા સહિતના આરોપીઓ સળીયા પકડીને ઉભા હતા જયદેવ હવે તમામ હવાલો વલ્લભીપૂર ફોજદારને આપી ભાવનગર જવા રવાના થયો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.