ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી. દેત્રોજા પાસે રહેલી ૭૦ હેકટર બેનામી જમીનનો એસીબીએ પર્દાફાશ કર્યો
ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી. કે.એસ. દેત્રોજા સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસમાં એસીબીએ શરુ કરેલી દેત્રોજાની મિલ્કતોની તપાસમાં ૭૦ હેકટર બેનામી જમીનોને પર્દાફાશ થયો છે.
આ જમીનના ૪૦ જેટલા સગાઓના નામે દેત્રોજા દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી. કે.એસ. દેત્રોજાને ભ્રષ્ટાચાર અને અપ્રમાણિસર સંપતિના કેસમાં એસીબેએ ૮ મહીના પહેલા અટકાયતમાં લીધો હતો.
તેની સામે કરવામાં આવેલી તપાસમાં અનેક કૌભાંડો સામે આવ્યા હોવાનું એસીબી અધિકારીએ જણાવ્યું હતું.દેત્રોજા સામે તપાસ માટે ખાસ સીટની રચના કરવામાં આવેલ હતી.
આ તકે ૮ મહિનામાં જ પુરી થયેલી તપાસમાં રાજયના અલગ અલગ છ જીલ્લાઓમાંથી દેત્રોજા ૨,૫૨,૪૦,૩૦૦ ની મુલ્યની બેનામી સંપતિઓ મળી આવી હતી.
એસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંકોના ખાતાઓનું ફોરેન્સીક તપાસ કરવામાં આવી હતી અને દેત્રોજા વતી સંબંધીઓએ મોટા પ્રમાણ મીલ્કતો ખરીદર્યા હોવાનું બહાર આવ્યું છે. દેત્રોજાની બેનામી સંપતિઓ અંગે આયકર વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
દેત્રોજાએ આવક વેરા અધિનિયમનો ભંગ કરી ખરીદેલી સંપતિની વિગત આયકર વિભાગને મોકલી છે તેમ એસીબીએ ન્યાયીક દેત્રોજા કેસમાં મળી આવેલી છે.