હાલના સમયમાં લોકોને સમય ખૂબ ટૂંકો પડી રહ્યો છે.તેમ તેમ ઈ-કોમર્સનો વ્યવસાય છેલ્લા ઘણા સમયથી ફૂલ્યો ફલ્યો છે.લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુથી લઈ ખાણી પીણી અને ફેસનથી લઈ વિવિધ પ્રોડક્ટ લોકો ઘરે બેઠા મંગાવવા લાગ્યા છે. સામે ઈ-કોમર્સ કંપનીઓ પણ વિવિધ પ્રકારની પ્રોડક્ટ ઘરે બેઠા મળી જાય તેવી સેવાઑ પૂરી પડી રહ્યો છે.
ઈ-કોમર્સની ઉપયોગિતા વધાતાની સાથે સાથે ફેક પ્રોડક્ટનું વેચાણ પણ વધતું ગયું છે. લોકો ઓનલાઈન માહિતી જોઈ અને ઓર્ડર કરતાં જેથી વાર ડુપ્લિકેટ પ્રોડક્ટ આવા ઈ-કોમર્સ પ્લેટફોર્મથી વેચાતી થવાથી લોકો સાથે છેતરવાના બનાવો વધતાં ગયા છે .
જ્યારે કોસ્મેટિક,ફૂડ પ્રોડક્ટ અને બીજી FMCG વસ્તુઓ ખરીદવાની વાત આવે ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની રહે છે. જેમાં વ્યવસાયના રજીસ્ટ્રેસનની માહિતી વગેરે જેવી માહિતી જોવી જરૂરી બની જાય છે . માત્રને માત્ર જોઈને નકલી ઉત્પાદનને ઓળખવું ખૂબ મુશ્કેલ બની જાય છે . કેટલીવાર નિર્ણાયક માહિતી પેકેટ પર વાચી શકાય તે રીતે બનાવવામાં આવતી નથી.
ભારત સરકાર , ડિપાર્ટમેંટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ , ફૂડ સ્ટોરી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) એપ્લિકેસન પર GS1 ના બિન-નફાકારક સંસ્થા દ્વારા સંપૂર્ણ તેમજ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવે છે.
“સ્માર્ટ કન્ઝ્યુમર એપ” GS1 દ્વારા એંડ્રોઈડ તેમજ આઈફોન પણ ઉપલબ્ધ છે તેને ડાઉનલોડ કરો.
આ એપને ઓપન કર્યા બાદ તમને જોઈતી પ્રોડક્ટને બારકોડ દ્વારા સ્કેન કરી ચેક કરી શકાય છે.એપ્લિકેસન ઓપન કરી જે પ્રોડક્ટ ચેક કરવી છે તેના બારકોડ નંબર નાખી સ્કેન કરી શકાય છે
કોઈપણ કારણોસર બારકોડ સ્કેન નથી થઈ.શકતું તો બારકોડ પાસે લખેલ નંબર ટાઈપ કરી શકાય છે કે જે GTIN નંબર તરીકે ઓળખાય છે .
સ્કેન થયા બાદ તમે જે ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યા છો તેના એપ્લિકેસન તુરંત જ સંપૂર્ણ વિગતો બતાવશે.
ઉટપદકનું નામ , ભાવ , ઉત્પાદનની તારીખ , FSSAI લાયસન્સ વગેરે જેવી વિગતો બતાવવામાં આવે છે .
જો કોઈ માહિતી એપ્લીકેશન પર દેખાતી નથી . તો કારણ એવું હોઈ શકે કે તે માહિતી ઉત્પાદનકર્તા દ્વારા આપવામાં આવી નથી અથવા તો તે પ્રોડક્ટ નકલી હોઈ શકે છે .
ઉત્પાદન (પ્રોડક્ટ) નકલી છે કે અસલી તેની પુષ્ટિ કરી શકાય છે. તે જ જગ્યાએથી બીજીજ વસ્તુઓની માહિતી મેળવો. જો તે વસ્તુની વિગતો એપ પર બતાવે તો પહેલાની પ્રોડક્ટ મકળી હોઈ શકે છે.
જો કોઈએ પેકેજિંગ અથવા સ્ટિકરને બદલ્યુ હોય તો આ એપ્લિકેસનનો ઉપયોગ પ્રોડક્ટની કિમત અને વસ્તુઓને ચકાસવા માટે થઈ શકે છે.
આ એપ્લિકેસનના ઉપયોગથી ફરિયાદ પણ નોંધી શકાય છે.