ભાજપના સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો આરંભ કરાવતા ભ૨ત પંડયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીવી ચેનલના માધ્યમથી તમામ કાર્યર્ક્તાઓને સંબોધન ર્ક્યુ: સંગઠન પર્વની સાથોસાથ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો: આજે સાંજે ૬:૦૦ કલાકે શહે૨ના તમામ વોર્ડમાં સદસ્યતા વૃધ્ધિ અભિયાનનું લોન્ચીંગ કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભ૨માં સંગઠન પર્વ ૨૦૧૯ નો આજે એટલે કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદીવસથી ભા૨તીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ થયેલ છે ત્યારે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ભ૨તભાઈ પંડયા, મેય૨ બીનાબેન આચાર્ય, મહીલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અ૨વીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, નરેન્દ્રભાઈ સોલંકી, રાજુભાઈ ધ્રુવ, ભીખાભાઈ વસોયા, અશ્વિન મોલીયા, કાશ્મીરાબેન નથવાણી, વિરેન્દ્રસિહ ઝાલા, પુષ્ક૨ પટેલ, દર્શીતાબેન શાહની ઉપસ્થિતિમાં શહે૨ના હરીહ૨ હોલ ખાતે સદસ્યતા વૃધ્ધિ અભિયાનું લોન્ચીંગ કરાયું હતું. આપણા સૌના સહીયારી જવાબદારીબને છે કે પાર્ટીની વિચા૨ધારાથી દેશ મહાન બને તે માટે આપણે સૌ એ રાષ્ટ્રવાદની વિચા૨ધારાને સંગઠન પર્વના માધ્યમથી ઘ૨-ઘ૨ સુધી પહોચાડવાના વાહક બનવું પડશે. આ તકે શહે૨ના પ્રતિષ્ઠિત આગેવાનો સર્વ મનીષભાઈ માદેકા, ચંદ્રકાન્તભાઈ શેઠ, હરીસીહ સુચરીયા, હેમલબેન દવે, કીશો૨ભાઈ ટીલાળા, ડો. કાંત જોગાણી, રાજુભાઈ પોબારૂ, ડો. ચેતન લાલચેતા, સીતાંશુ કોટક, અંબાદાનભાઈ રોહડીયા, હેમાંશુભાઈ માંકડ, ૨મણીકભાઈ પ૨મા૨ ભા૨તીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા. તેમજ સાથોસાથ પાર્ટીની પંચનિષ્ઠા એટલે કે સામાજીક સમ૨સતા સાર્થક થાય અને છેવાડાનો માનવી પણ રાષ્ટ્રવાદથી વિચા૨ધારા સાથે જોડાય તેવા આશયથી વિશેષ વ્યક્તિઓ સાથે સર્વસમાજ, સર્વ પ્રતિનિધિ, સામાજીક અગ્રણી, વેપારીઓ , સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ૨મતવીરો, નવા બનેલા મતદારો, નાના વ્યવસાયકારો એટલે કે ચાવાળા, શાકભાજી તેમજ અન્ય વસ્તુઓનો વેપા૨ ક૨તા ફેરીયાઓ, શ્રમજીવીઓને આ સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં જોડવામા આવશે.
ત્યા૨બાદ પ્રદેશ ભાજપ અગ્રણી ભ૨તભાઈ પંડયાનું સ્વાગત સંગઠન પર્વના મહાનગ૨ના ઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલાએ ર્ક્યુ હતું. આ કાર્યક્રમ સંચાલન શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, વ્યવસ્થા જીતુ કોઠારી અને અંતમાં આભા૨વિધિ કિશો૨ રાઠોડે કરી હતી.
સદસ્યતા વૃધ્ધિ અભિયાનની સાથોસાથ વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજાયેલ. આ કાર્યક્રમમાં શહે૨ના વિશિષ્ઠ વ્યક્તિઓનુ આગમન સમયે ઢોલ અને શ૨ણાઈથી સ્વાગત ર્ક્યા બાદ બાળાઓ ધ્વારા કુમકુમ તિલક ક૨વામા આવેલ અને હરીહ૨ હોલને કેસરીયા માહોલથી શણગા૨વામાં આવ્યો હતો.તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા એલઈડી સ્ક્રીન મા૨ફત કાર્યર્ક્તાઓને સંબોધન ક૨વામાં આવેલ.તેમજ આજે તા.૬/૭/ના સાંજે ૬:૦૦ કલાકે શહે૨ના તમામ વોર્ડમાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત ૨હી સદસ્યતા અભિયાનનું લોન્ચીંગ કરાવશે.
કાર્યકર્તાઓ ભાજપની કરોડરજ્જુ: ભરત પંડયા
રાજકોટ ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા પૂર્વે પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ ભાજપ પ્રવકતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ આજે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનાં જન્મદિવસ નિમિતે વારાણસી ખાતેથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત આજે રાજકોટમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા પૂર્વે ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પત્રકાર પરીષદ સંબોધી હતી.
પત્રકાર પરીષદ સંબોધતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનાં ૧ કરોડ ૧૩ લાખ પ્રાથમિક સભ્યો છે. તેમાં કેન્દ્રની સુચના પ્રમાણે ૨૦ ટકાનો વધારો કરવાનો હોય છે પરંતુ ગુજરાત ભાજપે ૫૦ ટકા લક્ષ્યાંક સાથે આયોજન હાથધર્યું છે. આ અભિયાનને વધુ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી બનાવવા ૫ પ્રકારે સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં વિચાર વૃદ્ધિ- જેના હૃદયમાં દેશભકિત અને જનસેવા સમાયેલી છે. સામાજીક વૃદ્ધિ- દરેક જ્ઞાતિ અને સમાજને આવરી લેવામાં આવે, વર્ગ વૃદ્ધિ- દરેક પ્રકારનાં વ્યવસાયીક વર્ગને ધ્યાનમાં લેવામાં આવશે, ભૌગોલિક વૃદ્ધિ- જયાં ભાજપનાં ઓછા મત મળ્યા છે તેવા વિસ્તારને ધ્યાનમાં લેવામાં આવશે અને યુવા વૃદ્ધિ- સમગ્ર યુવા વર્ગને ધ્યાને લેવામાં આવશે આ પાંચ પ્રકારનાં અભિયાન હાથ ધરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દેશભરમાં યોજાનાર સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપનાં તમામ મોરચાઓ, વિભાગો તથા તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ આમાં જોડાશે. ભાજપનાં સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ભાજપમાં જોડાવવા માટે ૮૯૮૦૮ ૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે જેમાં આપેલ લીંક પર કલિક કરવાથી ફોર્મ ખુલશે જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઈપણ વ્યકિત ભાજપનો પ્રાથમિક સભ્ય બની શકશે.