પવિત્ર યાત્રા ધામ પાલીતાણામાં તાલુકામાંથી આવતા તેમજ બહારગામ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થી ભાઈઓ /બહેનો ને પાસ કઢાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ.ટી.તંત્ર દ્વારા હાલ એક બારી કાર્યરત છે પણ વિદ્યાર્થીઓ ની લાંબી લાઈનો હોવાથી એક બીજી બારી થોડો સમય કાર્યરત કરવા વિદ્યાર્થીઓ ની માંગ ઉઠવા પામી છે.
જયારે હાલ વિદ્યાર્થીઓને એક બારી હોવાથી શાળા /કોલેજ જવાના સમયે લાઈનો માં ઉભા રહીને પાસ કઢાવવા ઉભા રહેવું પડે છે અને અભ્યાસનો સમય બગડતો હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા એક બારી વધારવાની માંગ કરી રહ્યા છે.
એસટી તંત્ર દ્વારા થોડો સમય એક બારી વધારવામાં આવે તો વિધ્યાથીઓના અભ્યાસમાં અસર ન પડે તેમજમુસાફરી કરતા મુસાફરોને પણ હાલાકીનો સામનો ન કરવો પડે તેવી માંગ પાલીતાણા તાલુકાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.