કંટ્રોલ રૂમના એમ.જે.રાઠોડને આજીડેમ અને ભક્તિનગરના એ.જે.લાઠીયાને મહિલા પોલીસ મકમાં બદલી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે અષાઢી બીજની સમી સાંજે ૧ ડઝન ફોજદારોની આંતરીક બદલી કરી છે.જેમાં ટ્રાફીક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા ૧૦ પી.એસ.આઈ. ટ્રાફીક બ્રાંચને હવાલે કરતા હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને હળવી કરવા તેમજ વધી જતી ફરીયાદ અને ઘ્યાને લઈ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આજે અષાઢી બીજનો બંદોબસ્ત પુર્ણ થતાની સાથે એક ડઝન પી.એસ.આઈ.ના આંતરીક બદલીનાં હુકમો કર્યા છે.
જેમાં એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે.ડી.વસાવા, બી.ડીવીઝનનાં વી.કે.ઝાલા, આજી ડેમ પોલીસ સ્ટેશનનાં જી.એન.વાઘેલા, ભક્તિનગર એમ.એચ.ઓડેદરા, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનાં વી.પી.આહીર, માલવીયાનગર એમ.એમ.જાડેજા, ગાંધીગ્રામ એમ.ડી.વાળા, પ્ર.નગર કે.ડી.પટેલ અને એમ.એસ.જાડેજા તેમજ રાજકોટ તાલુકામાં ફરજ બજાવતા એસ.આર.વળવી સહિત ૧૦ ફોજદારોને ટ્રાફીક શાખામાં બદલી કરવામાં આવી છે જ્યારે ભક્તિનગરનાં એ.જે.લાઠીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં અને કંટ્રોલ રૂમના એમ.જે.રાઠોડને આજી ડેમ પોલીસ મથકમાં બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે.