ધારાસભ્ય અંબરીશ ડેરે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યા બાદ તંત્ર હરકતમા
રાજુલા-જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા-જાફરાબાદ ખાંભામાં અવાર નવાર ટ્રીપીંગ થતું હોય તેનો પ્રશ્ન ઉઠાવવાનો અને તેઓએ આ અંગેનો જવાબ માંગતા ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા રાજુલા-જાફરાબાદ ખાંભામાં સાગર ખેડુત યોજના અંતગત છે અને રાજુલા-જાફરાબાદમાં હાઇએશ ટ્રીપીંગ આપવામાં આવે છે તેમજ સ્ટાફની ખુબ જ ધટ છે. તેમજ ઇન્ડીઝ એરીયા અને બીજો ઇએટી અલગ કરવામાં આવે તેવી માંગ વિધાનસભામાં કરેલ હતી. જેના અનુસંધાને અને ઉજામંત્રી સૌરભ પટેલની ખાત્રીને અનુલક્ષીને પીજીવીસીએલ ના એમડી સચિવ ભાવિન પંડયા રાજુલાથી રુબરુ મુલાકાત લીધેલ હતી. તેઓ રાજુલા આવેલ હોય અને ધારાસભ્ય અંબરીશ ડેર ગાંધીનગર હોવાથી એમની સુચનથી ચેતનભાઇ ભુવા તથા નિરવ ભટ્ટને રાજુલા શહેરના લાઇટ કાપ તથા પીજીવીસીએલના અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરી અને આ બન્ને સાહેબ દ્વારા આગામી દિવસોમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાત્રી આપવામાં આવેલ હતી.
યુવાનો અને જાગૃત નાગરીકો દ્વારા પીજીવીસીએલ સામે સોશ્યીલ મીડીયા અને પોસ્ટ કાર્ડ ઝુંબેશ હાથ ધરેલ જેની સામે પીજીવીસીએલ દ્વારા છાશ વારે ટ્રીપીંગ થતું હોવા છતાં લાજવાને બદલે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં અને અન્ય જગ્યાએ આવેદનપત્ર આપીને લોકો તેઓને માનસીંગ રીતે હેરાન કરતા હોવાનું જણાવેલ હોય જેથી લોકોમાં પીજીવીસીએલ સામે રોષ વ્યાપેલ હતો. અને આ લોક રોષનો પડધો ધારાસભ્ય ડેર દ્વારા વિધાનસભામાં ઉઠાવેલ હતો. અને રાજુલામાં લોકોને પડતી સમસ્યા નિવારણ કરવા પ્રયાસ હાથ ધરેલ જેના અનુસંધાને પીજીવીસીએલ સફાળી જાગી અને તેના એમડી સચિવ કક્ષાના અધિકારી દ્વારા રાજુલાની રુબરુ મુલાકાત લીધેલ હતી. રાજુલામાં ટ્રાન્સફોર્મર ની સંખ્યામાં ઓછી હોય તે વધારવાની પણ તાતી જરુર હોવાનું લોક દ્વારા જણાવવામાં આવી રહેલ છે.