ચંદ્ર પર માનવ વસવાટ ઉભી કરવા માટે અમેરિકા, યુરોપ અને ચીન દ્વારા થઈ રહેલા પ્રયાસોમાં પાછળ ન રહી જવાય તે માટે ઈસરોએ કમર કસી

માનવોને સદીઓથી ચંદ્રમા સાથે ઉર્મિસભર લાગણી અને પ્રેમનાં સંબંધ રાખીને કલ્પનાઓનાં વિશ્ર્વમાં ચાંદ પર પગ મૂકવાના રંગીન સ્વપ્નાઓ જોતી આવી છે. આધુનિક વિજ્ઞાન દાયકાઓ પહેલા મંગળ ગ્રહ સુધી પહોચી ગયું છે. છતા વૈજ્ઞાનિકોને હવે પૃથ્વીની સૌથી નજીકના ગૃહ ચંદ્રમાં પર માનવ વસાહત સ્થાપવા તથા ચંદ્રમાનો બીજા ગ્રહ પર જવા માટે ઉપયોગ કરવા માટેની તૈયારી આદરી દીધી છે. જેના ભાગરૂપે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ‘ચંદ્રયાન’ મિશનના પ્રથમ તબકકાને સફળતા મળ્યા બાદ ‘ચંદ્રયાન-૨’ મિશન માટેની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે.

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા મિશન ચંદ્રયાનના પ્રથમ તબકકાની સફળતા બાદ ચંદ્રયાન ૨ માટેની તૈયારીઓ આરંભી દીધી છે. જુલાઈ ૧૫થી ચંદ્રયાન ૨નું મિશન શરૂ થઈ રહ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો હવે સહમાનવ ચંદ્રયાન મોકલવાની તૈયારીઓમાં લાગી ગયું છે ઈસરોના ચેરમેન કેસીવને જણાવ્યું હતુ કે અમેરિકા યુરોપ અને અમેરિકન જેવા દેશો દ્વારા ચંદ્રમા પર વસવાટ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ચંદ્ર સુધી માલ પહોચાડવા માટે નાસા મોટા રોકેટો પહોચાડવા મહેનત કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૮ સુધીમાં નાસાએ આ કામગીરી પુરી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જયારે યુરોપીયન સ્પેશ એજન્સી પણ ચંદ્રમા પરના પ્રોજેકટ માટે રાત દિવસ એક કરી રહી છે. ત્યારે ભારત પણ હવે ઈસરોના માધ્યમથી સહમાનવ ચંદ્રયાન મોકલવાની દિશામાં મકકમ ગતિએ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન ૧ની સફળતા બાદ નાસા અને ઈસરોનાં સહયોગથી ભારત ચંદ્રયાન ૨ની તૈયારીઓમાં લાગી ગયું છે. અગાઉ ભારતે નાસાના સહયોગથી મિશન એર્ન્ટાટીક હાથ ઉપર લીધું હતુ હવે ઈસરો ચંદ્રમા પર ઈગ્લુસનું નિર્માણ કરીને માનવ વસવાટની તૈયારીમાં લાગી ગયું છે. ચંદ્રમા પછી ભારત તેના વૈજ્ઞાનિકોને અમેરિકાની જેમ મંગળ પર પણ મોકલવા તૈયારી કરી રહ્યું છે.

વરિષ્ઠ ખગોળશાસ્ત્રી પીએસ ગોયલે જણાવ્યું હતુ કે ચાંદ ઉપર પહોચવાના રંગીન સપનઓ સાકાર કરવાનો હવે સમયા થોડો જ દૂર છે. આવનારા દાયકાઓમાં એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં ઉર્જાનું પરિવહન કરવાની ટેકનીક વૈજ્ઞાનિકો ને મળી જશે.

બીજી તરફ ચીન ચંદ્રમાની પાછળની સપાટી પર પહોચવાના પ્રયાસોમાં ઘણુ આગળ નીકલી ગયું છે. ઈસરોએ આગામી થોડા જ સમયમા પર ગ્રહના સંશોધનમાં વિશ્ર્વમાં સૌથી વધુ કાઠુ કાઢવાનું છે. અત્યારે ભારતના વૈજ્ઞાનિકો ચંદ્રયાન ૨ની ફળશ્રુતિ માટે કામે લાગી ગયા છે. અને આ ક્ષેત્રમાં પણ હવે લોક ભાગીદરીની તકો ઉભી થશે તેવો આશાવાદ વૈજ્ઞાનિકોએ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.