પોતાનાં મત વિસ્તાર વોર્ડ નં.૬માં આઠ દિવસે પાણી આવતું હોય, વિકાસ કામો ન થતા હોવાના પ્રશ્ને આપ્યું હતું રાજીનામું
જસદણ નગરપાલિકાનાં વોર્ડ નં.૬નાં સદસ્ય રાજુભાઈ ધાધલનાં રાજીનામા પ્રત્યે ભારે ઝંઝાવાત સર્જાયો છે. ચીફ ઓફિસરે ભારે ઝંઝાવાત સર્જાયો છે. ચીફ ઓફિસરે આ રાજીનામું સ્વિકારતા આ અંગે આગામી દિવસોમાં કાનુની મુદ્દો બને એવી ચર્ચાઓ ઉઠવા પામી છે. આ અંગેની વિગતો એવી છે કે, જસદણનાં વોર્ડ નં.૬માં ભાજપની ટીકીટ પર ચુંટાયેલા રાજુભાઈ ધાધલે ગત તા.૨૭નાં રોજ નગરપાલિકાનાં પ્રમુખને એક રાજીનામા પત્ર પાલિકા કચેરીમાં ઈન્વર્ડ કર્યો હતો જેમાં રાજુભાઈએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં આઠ દિવસે પાણી આવે છે. તા.૧૦/૫/૨૦૧૮માં પાસ થયેલા કામો થતાં નથી. આ બાબતની અમોએ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાને અનેકવાર લેખિત તથા મૌખિક જાણ કરી હોવા છતાં આ વિસ્તારનાં કામો કરવામાં આવેલ નથી.
રાજુભાઈએ રાજીનામા પત્રમાં ઉમેર્યુ હતું કે, જસદણનાં લોકોમાં પણ ચીફ ઓફિસર અને એન્જીનીયર ડાંગર વિરુઘ્ધ કામ ન કરતા હોય એવી ફરિયાદ છે એટલે હું રાજીનામું આપું છું. આ પત્ર બાદ પ્રમુખે રાજીનામું નામંજુર કરી આ પત્ર ચીફ ઓફિસરને મોકલેલ પણ ચીફ ઓફિસરે આ રાજીનામા પત્ર અંગે નગરપાલિકા અધિનિયમ કલમ-૩૫નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, રાજીનામું મંજુર કે નામંજુર કરવાની કોઈ જોગવાઈ નથી પણ આ પત્રથી તા.૨૭/૬/૨૦૧૯થી આ સદસ્યની જગ્યા ખાલી પડેલી ગણાય એવું લેખિત સદસ્ય રાજુભાઈ ધાધલ અને વહિવટી શાખાને આપતા સ્થાનિક રાજકારણમાં જોરશોરથી ચર્ચા ઉઠી છે ત્યારે આ બાબતે પેચીદો, કાનુની જંગ બને એવા એંધાણની પણ ચર્ચા છે.
અત્રે એ નોંધનીય છે કે, જસદણ નગરપાલિકાની સામાન્ય ચુંટણી દોઢ વર્ષ પહેલા યોજાઈ હતી. જેમાં સાત વોર્ડમાં કુલ ૨૮ સભ્યોમાંથી ભાજપનાં ૨૩ અને કોંગ્રેસનાં ૫ સભ્યો ચુંટાયા હતા. દરમિયાન એક પ્રમુખ બદલાયા અવિશ્વાસની દરખાસ્ત સભ્યોનાં સમિતિઓમાંથી રાજીનામાં આ ઉપરાંત અનેકવાર ભ્રષ્ટાચાર, ગેરરીતી અને કૌભાંડોની ભાજપનાં સભ્યોની રજુઆત અને હાલ પણ બે જુથ ભાજપનાં છે પણ કુંવરજીભાઈ બાવળીયા, ભરતભાઈ બોઘરા. આ અંગે સ્પષ્ટ નિરાકરણ લાવી શકયો નથી. તેથી જસદણમાં સારો બગીચો નથી. પાલિકા દ્વારા આરોગ્ય, શિક્ષણ, વાંચનાલય જેવી અનેક સુવિધા મળી નથી. પાલિકા અને મામલતદાર તંત્ર હેઠળ આવતી જમીનોમાં ચોમેર દબાણ છે.