હાફિઝ સઈદ તથા અન્ય આતંકીઓ સામે કાર્યવાહી શરૂ
પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ટેરર ફંડીંગ મુદ્દે કડક કાર્યવાહીની લટકતી તલવારી પાકિસ્તાનની શાન ઠેકાણે આવી હોય તેમ પાકિસ્તાન સત્તાવાળાઓએ લશ્કરે તોયબાના મુખ્યા હાફિઝ સઈદ અને કેટલાંક આતંકી નેતાઓ સામે ટેરર ફંડીંગ મુદ્દે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાન પર આતંકવાદને પોષતું હોવાનો અત્યાર સુધી માત્ર આક્ષેપ તો હતો પરંતુ છેલ્લા એક દાયકામાં ભારત સહિત વિશ્વના દેશોમાં તાં નાના મોટા આતંકી હુમલામાં તી તપાસમાં ક્યાંકને કયાંક આતંકી પ્રવૃત્તિના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા મળે છે.
પાકિસ્તાન હવે મદદ કરવાને મુદ્દે ઉઘાડુ પડી ગયું છે. ઈન્ટરનેશનલ મોનીટરીંગ ફંડે પણ પાકિસ્તાનને પરિણામદાયી પગલાની હિમાયત કરી હતી. પાકિસ્તાન આતંકવાદ વિરોધી વિભાગે જણાવ્યું હતું કે, હાફીઝ સઈદની ટોળકી સામે લાહોર ગુજરાનવાલ મુલતાનમાં આતંકવાદીઓ માટે ફંડ ઉભા કરી મિલ્કતો ઉભી કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
તા.૧ અને ૨ જુલાઈએ પંજાબ સીડીટી દ્વારા જમાતુલ-દાવા, લશ્કર એ તોયબા, ફતાહે ઈન્સાનિયતના નેતાઓ સામે અલગ-અલગ ૨૩ જેટલા ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. દાવતે ઈરશાદ ટ્રસ્ટ, મોજબીલ જબલ ટ્રસ્ટ, અલ અનફાત ટ્રસ્ટ, અલ હમીદ ટ્રસ્ટ અને અલ મદીના ફાઉન્ડેશન ટ્રસ્ટ સામે ટેરરફંડ અને મિલકતોના રૂપમાં છુપુ ભંડોળ ઉભુ કરી આતંકીઓને મદદ કરવા અંગે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન સત્તાવાળાઓએ જણાવ્યું છે કે હજુ આ તપાસમાં મની લોન્ડરીંગ કેસને ત્રાસવાદ વિરોધી ધારા ૧૯૯૭ અન્વયે કેસ દાખલ શે. જમાતુલ-દાવા, લશ્કરે એ તોયબાની આતંકી પ્રવૃત્તિ અંગે હાફિઝ સઈદ, અબ્દુલ રહેમાન, મલીક ઝફર, ઈકબાલ અમીર હમઝા,મોહમદ યાહયા, અઝીજ મો.નઈમ., મોહસીન બિલાલ, અબ્દુલ રહીબ, ડો.અહેમદ દાઉદ, ડો.મો.અયુબ, અબ્દુલ્લા ઉમેદ મો.અલી, અબ્દુલ ગફફાર અને કેટલાંક સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તના પર વધતું જતું દબાણ પરિણામદાયી બન્યું છે. પાકિસ્તાન દ્વારા ટૂંક સમયમાં બ્લેક લિસ્ટમાં મુકવાની અંતિમ ચેતવણી આપી હતી અને હયિારો અને નાણાકીય મદદ બંધ કરવા તાત્કાલીક ચેતવણી આપી હતી.
પાકિસ્તાને આ વર્ષે જ જમાતુલ દાવા અને એફઆઈએફ સંસનો કે જે હાફિઝ સઈદની આગેવાનીમાં ચાલતી હતી તેને પ્રતિબંધ જાહેર કરી હતી અને તેની ઉપર સભા અને સરઘસ અને પ્રવૃત્તિઓ પ્રતિબંધિત કરી હતી. આ સંસ પાકિસ્તાનની શાળાઓ, દવાખાનાઓ અને એમ્બ્યુલન્સ જેવી માનવ સેવાના નામે ફંડફાળા ઉઘરાવતી હતી.