રાજય સરકારના બજેટને આવકારતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે આ વર્ષના બજેટમાં વ્યવસ્થાપન ગ્રીન અને કલીન એનર્જી પર્યાવરણ કૃષિ અને ખેડુત કલ્યાણ તથા રોજગારના પાંચ ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકયો છે.
રાજકોટ જીલ્લા ખાતે ચાલતા સરકારી કુમાર છાત્રાલય અને સુ.નગર ખાતે ચાલતી આર્દશ નિવાસી શાળા માટે રૂ|. ૧૨ કરોડના ખર્ચે અધતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે. જેના માટે આ વર્ષે રૂ|. ૪ કરોડનછ જોગવાઇ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના પ્રથમ તબકકામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ|. ૧૦.૨૪૩ કરોડના ખર્ચે ૨૯.૮૮૫ કીલોમીટર ગ્રામ્ય માર્ગો ના ૧૧.૨૨૪ કામોને મંજુરી મળેલ છે જે પૈકી ૧૯.૬૩૦ કિલોમીટર ના ૭૩૧૬ કામો પૂર્ણ કરવામાં આવેલછે. અને ૧૦.૨૫૫ કિલોમીટરના ૩.૯૦૮ કામો પ્રગતિ હેઠળ છે અથવા શરુ થનાર છે., સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ|. ૪૨૧૨ કરોડની જોગવાઇ અનુસુચિત જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિચરતી અને વિમુકત જાતિઓ, આર્થિક રીતે પછાત વર્ગો લધુમતિઓ, દિવ્યાંયો વૃઘ્ધો નિરાધાર બાળકો અને ટ્રાન્સજેન્ડરનું ઉત્થાન થાય અને સામાજીક સમરસતાનુ: વાતાવરણ સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ માટે રૂ|. ૪૩૦૦ કરોડની જોગવાઇ અને સૌરાષ્ટ્ર કચ્છ ઉતર અને મઘ્ય ગુજરાતના ૧૯ જીલ્લાઓના રર૭૭ ગામોને આવરી લેતી જુદી જુદી ૪૩ જુથ પાણી પુરવઠા યોજનાઓમાં સુધારણા કરવા માટે રૂ|. પ૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.