આજે અષાઢી બીજની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે. ભેસાણ પાસે આવેલા પરબધામમાં સવારથી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. લાખો ભાવિકો આજે પરબધામમાં ઉમટ્યા છે અને ભોજપ પ્રસાદનો લ્હાવો લેશે. ત્યારે રાજકોટમાં 27 કિમીની રથયાત્રા નીકળી છે.

વહેલી સવારે મહાઆરતી કર્યા બાદ સવારે 7.15 વાગ્યે ભગવાન બલભદ્રજી, બહેન શુભદ્રાજી અને છેલ્લે ભગવાન જગન્નાથજીને નીજ મંદિરમાંથી મુખ્ય રથોમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને ભાવિકો દ્વારા દોરડાથી રથને ખેંચી ધન્યતા અનુભવી રહ્યા છે. યુવાનો દ્વારા તલવારથી કરતબો દેખાડવામાં આવી રહ્યા છે.

યાત્રામાં સૌ પ્રથમ માઇક સાથે પાઇલટિંગ વાહન છે જે યાત્રાની તમામ માહિતી અગાઉની ભાવિક ભક્તોને આપી રહ્યું છે. યાત્રામાં જોડાનાર ફોર વ્હિલ બધામાં વિવિધ ફલોટ્સ બાદમાં ભગવાન જગન્નાથજીનો રથ છે. ત્રણેય રથની વચ્ચે 200 મીટરથી વધારે અંતર રાખવામાં આવ્યું છે.

રથયાત્રામાં 300થી વધુ બાઈક, 50થી વધુ કાર જોડાઇ છે. રથયાત્રામાં ધાર્મિકતા સાથે પર્યાવરણ બચાવો, વ્યસન મુક્તિ, પ્લાસ્ટિક હટાવો, પાણી બચાવો જેવા સંદેશાઓ સાથે લોકોમાં જાગૃતિ પણ કેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.